Home /News /business /Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, જાણો એક તોલા સોનાનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, જાણો એક તોલા સોનાનો ભાવ

gold silver price today

દિલ્હી બૂલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 430 રૂપિયા ઘટીને 60,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. પાછલા કારોબારી સાત્રમાં સોનું 60,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો હતો.

Gold-Silver Price Today: નબળા ગ્લોબલ ટ્રેંડની વચ્ચે ભારતીય બૂલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દસગ્રામ સોનું સસ્તુ થઈને 60,250 રૂપિયા થઈ ગયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તે હવે 72,450 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે.

દિલ્હી બૂલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 430 રૂપિયા ઘટીને 60,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. પાછલા કારોબારી સાત્રમાં સોનું 60,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો હતો.

આ પણ વાંચો: VIDEO: ગોળ રીંગણે આ ખેડૂતનું નસીબ બદલી નાખ્યું; 4 વીઘાની ખેતીમાં લાખોપતિ બની ગયો

આજે કેટલા રૂપિયે પહોંચી ચાંદી


ચાંદીના ભાવમાં પણ 750 રૂપિયાના ઘટાડા સાથે 72,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે, દિલ્હી બૂલિયન માર્કેટમાં સોનાની હાજર કિંમત 430 રૂપિયાની ઘટાડા સાથે 60250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

વિદેશી બજારમાં સોનામાં ઘટાડો


વિદેશી બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ક્રમશ: 1960 ડોલર પ્રતિ ઔંસ અને 23.09 ડોલર પ્રતિ ઔંસ પર ગયો છે.

મિસ્ડ કોલથી સોનાના ભાવ જાણો


અહીં ઉલ્લેખનીય છે કે, આ રેટ્સને આપ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકશો. તેના માટે આપે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો છે અને આપના ફોનમાં મેસેજ આવી જશે, જેમાં આપ લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકશો.
First published:

Tags: 10 Gram Gold Price, Gold and silver, Gold silver price