સપ્તાહના અંતિમ દિવસે શનિવારે સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price) ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયે સોનાના ભાવમાં સતત 4 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો જોવામાં આવે તો, સોનું વિક્રમ હાઇ કરતા 8,000 રૂપિયા સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુપિયા 56,000ની સપાટીએ ગયો હતો.
ગુડ રીટર્ન વેબસાઇટ અનુસાર, આજે સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ દીઠ રૂ .10 નો ઘટાડો થયો છે. આ સાથે, 22 કેરેટની કિંમત 47,950 પર છે. જ્યારે 24 કેરેટના ભાવ ઘટીને 48,950 પર આવી ગયા.
22 કેરેટ સોનાની કિંમત (Gold Price Today, 05 June 2021)
દિલ્હીમાં 46,690 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઇમાં 47,950 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચૈનાઇમાં 46,150 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકત્તામાં 47,740 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS care app'ની ગ્રાહકો (Consumer)સોના (Gold)ની શુદ્ધતા (Purity)ની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો.
BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર