જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.
સોનાના ભાવમાં (Gold Price) આજે ઘટાડો નોંધાયો છે. આજે સવારે 9.55 વાગ્યે MCX પર, સોનાનો વાયદા ભાવ ગઇકાલ કરતા 0.32 ટકા ઘટીને રૂ. 50,598 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ ચાંદીનો વાયદા ભાવ 1.30 ટકા ઘટીને રૂ. 60,477 પ્રતિ કિલોગ્રામ થયો છે. જો ગઇ કાલની વાત કરીએ તો સોનાનો વાયદા ભાવ રૂ. 50,920 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો અને ચાંદીનો વાયદા ભાવ રૂ. 61,070 પ્રતિ કિલોગ્રામ થયો
અમદાવાદ અને સુરતમાં આજે સોનાનો ભાવ
22 કેરેટ સોનાનો આજનો ભાવ
Gram
22 Carat Gold Today
1 Gram
₹4,750
8 Gram
₹38,000
10 Gram
₹47,500
100 Gram
₹4,75,000
24 કેરેટ સોનાનો આજનો ભાવ
Gram
24 Carat Gold Today
1 Gram
₹5,180
8 Gram
₹41,440
10 Gram
₹51,800
100 Gram
₹5,18,000
ઉપર આપેલા સોનાના ભાવમાં જીએસટી, ટીસીએસ અને અન્ય કર સામેલ નથી.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર