Gold Price Today- 14 ઓક્ટોબર: તહેવારોની સીઝન શરૂ થતા જ સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારી પાસે સારો મોકો છે.
નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો (Gold-Silver price today) ચાલુ જ છે. આથી જો તમે સોનાની ખરીદી કરવા માંગો છો તો તમારી પાસે સારો મોકો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ઓક્ટોબર ડિલીવરી વાળા સોનાના ભાવ (Gold price today)માં 0.20%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીની કિંમત (Silver price today)માં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીના ભાવ દરેક રાજ્ય અને શહેરમાં અલગ અલગ જોવા મળે છે. આજે ઓક્ટોબર ડિલીવરી વાળા સોનાની કિંમત આજે 0.20 રૂપિયાના ઘટાડા સાથે 47,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે આજે ચાંદીમાં પણ 0.51%નો ઘટાડો નોંધાયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 62,564 રૂપિયા છે.
રેકોર્ડ હાઇથી સોનું 8,381 રૂપિયા સસ્તું
વર્ષ 2020ની વાત કરીએ તો ગત વર્ષે સમાન સમયગાળામાં સોનાનો ભાવ MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાડી પર પહોંચ્યો હતો. આજે સોનું ઓગષ્ટ વાયદા MCX પર 47,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. એટેલ કે સોનું પોતાની સર્વચ્ચ સપાટીથી 8,381 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાનો ભાવ:
શહેર
22 કેરેટ
24 કેરેટ
ચેન્નાઇ
₹45,050
₹49,140
મુંબઈ
₹46,300
₹47,300
દિલ્હી
₹46,310
₹50,520
કોલકાતા
₹46,710
₹49,410
બેંગલુરુ
₹44,700
₹48,760
હૈદરાબાદ
₹44,700
₹48,760
કેરળ
₹44,700
₹48,760
પુના
₹45,370
₹47,810
વડોદરા
₹45,960
₹48,410
અમદાવાદ
₹45,090
₹48,190
જયપુર
₹46,310
₹48,610
લખનૌ
₹44,610
₹47,410
કોઇમ્બતુર
₹45,050
₹49,140
મદુરાઇ
₹45,050
₹49,140
વિજયવાડા
₹44,700
₹48,760
પટના
₹45,370
₹47,810
નાગપુર
₹46,300
₹47,300
ચંદીગઢ
₹44,610
₹47,410
સુરત
₹45,090
₹48,190
ભુવનેશ્વર
₹44,160
₹49,660
(નોંધ: ભાવ ગુડરિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે છે)
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
કોરોના સંકટમાં સોનામાં રોકાણ
લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર