Home /News /business /

ખુશખબર! સોનાના ભાવમાં ફરી ઘટાડો, ફટાફટ જાણીલો નવી કિંમતો

ખુશખબર! સોનાના ભાવમાં ફરી ઘટાડો, ફટાફટ જાણીલો નવી કિંમતો

પ્રતિકાત્મક તસવીર

સોનાની માંગમાં ઘટાડો અને વૈશ્વિક સ્તર ઉપર નબળા વલણના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. રૂપિયામાં પણ ઘટાડાના કારણે પણ સનાના ભાવમાં સાધારણ ઘટાડો થયો છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ સપ્તાહના પહેલા કારોબારી દિવસમાં સોના-ચાંદીની કિંમતોમાં (Gold-Silver Prices)મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નબળાં વલણના કારણે સોમવારે દિલ્હી સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનામાં રૂ. 85નો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારે એક કિલોગ્રામ ચાંદી રૂ.290 રૂપિયા સસ્તી થઈ છે.

    દિલ્હી માર્કેટમાં (delhi market) 10 ગ્રામ સોનાનો ભાવ 38,860 રૂપિયાથી ઘટીને 38,775 રૂપિયા થયો છે. શનિવારે સોનું રૂ. 38,869 પ્રતિ દસ ગ્રામના સ્તરે બંધ થયું હતું. ચાંદીની નવી કિંમતોમાં રૂ.290નો ઘટાડો થતાં ચાંદ રૂ.45,250ના સ્તરે બંધ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) સોનાનો ભાવ 1470 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીમાં નબળાઈ જણાંતા 16.88 ડૉલર પ્રતિ ઔંસ ઉપર રહી હતી.

    આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

    સોના-ચાંદીમાં ઘટાડાનું કારણ
    HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે, દિલ્હીમાં 24 કરેટ સોનું હાજર ભાવમાં રૂ.85 નીચે આવ્યું છે. માંગમાં ઘટાડો અને વૈશ્વિક સ્તર ઉપર નબળા વલણના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. રૂપિયામાં પણ ઘટાડાના કારણે પણ સનાના ભાવમાં સાધારણ ઘટાડો થયો છે. દિવસના કારોબારમાં ભારતીય રૂપિયા 7 પૈસાની નીચે આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીન ટ્રેડ ડીલ ઉપર સકારાત્મક ટિપ્પણીના કારણે રોકાણકારોના સેન્ટીમેન્ટ વધ્યા છે.

    આ પણ વાંચોઃ-કૃતિ સેનનની ફિલ્મ 'MIMI'નો look થયો લીક, સેટથી વાયરલ થયા Photos

    સોનાના ઘરેણાંના ભાવ આવી રીતે નક્કી કરે છે જ્વેલર્સ
    - તમારે જ્વેલર્સે લગાવેલા ઘરેણાંના ભાવને આંખ બંધ કરીને માની ન લેવો. એવી કેટલીય વસ્તુઓ છે જેને અંતિમ કિંમત ઉપર અસર પડે છે. જેમાં સોનાની કિંમત, મેકિંગ ચાર્જ, રત્નોનું મૂલ્ય વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે દેશમાં કિંમતો નક્કી કરવા માટે કોઈ ધારાધોરણ નથી. એટલા માટે સોનાના ઘરેણાંની કિંમતોમાં અંતર જોવા મળે છે.
    -દેશમાં બિલ બનાવવાના કોઈ સ્ટાન્ડર્ડ રીત નથી. દરેક જ્વેલર્સને ત્યાં બિલિંગ સિસ્ટમ અલગ છે. પ્રત્યેક શહેરમાં જ્વેલરી એસોસિએશન છે. આ એસોશિએશન દરરોજ સવારે સોનાના ભાવની જાહેરાત કરે છે.જેના પગલે દરેક શહેરમાં સોનાના અલગ અલગ ભાવ છે.

    આ પણ વાંચોઃ-TikTokમાં આવી રહ્યું છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જેવું જબરદસ્ત ફિચર, video લીક

    આ છે ઘરેણાંની કિંમતો નક્કી કરવાનો ફૉર્મૂલા
    સોનાની કિંમત (22 કેરેટ અથવા 18 કરેટ)* ગ્રામમાં ભાર+ મેકિંગ ચાર્જ+ (જ્વેલરીની કિંમત+ મેકિંગ ચાર્જ) ઉપર 3 GST
    Published by:ankit patel
    First published:

    Tags: Gold silver price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन