Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો, 2021ના અંત સુધીમાં ભાવ કેટલો હશે?

સોનાની કિંમતમાં સતત ઘટાડો (પ્રતીકાત્મક તસવીર )

Gold-Silver Latest Rates, 21 September 2021: દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર નજર કરીએ તો દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 46,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 43,074 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • Share this:
    નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બિઝનેસના પ્રથમ દિવસે એટલે કે સોમવારે (20 September gold price) સોના (Gold price today) અને ચાંદી (Silver price today)ની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આજે સોનું 0.21%ના ઘટાડા સાથે 47,150 રૂપિયા પર છે, જ્યારે ચાંદી ચાંદીની ચમક પણ ફીકી પડી છે. ચાંદી 1.79% ઘટાડા સાથે 61,510 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. રાજધાની નવી દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) 46,990 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ (પ્રતિ કિલોગ્રામ) 62,400 રૂપિયા છે.

    દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર નજર કરીએ તો દિલ્હી (Gold price in Delhi)માં 24 કેરેટ સોનાનો ભાવ 46,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 43,074 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 43,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 43,083 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 17 સપ્ટેમ્બર, 2021 એટલે કે શુક્રવારે સોનાની કિંમતમાં 1,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો કડાકો બોલી ગયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 708 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો જાણીએ 2021ના વર્ષના અંત સુધીમાં સોના-ચાંદીની કિંમતમાં શું ફેરફાર થઈ શકે છે.

    શું હાલની કિંમતે રોકાણ કરવું જોઈએ?

    સોના-ચાંદીની કિંમતમાં જે રીતે ફેરફાર થઈ રહ્યો છે તેને જોતા રોકાણકારો મૂંઝવણ અનુવભી રહ્યા છે કે હાલની કિંમતે રોકાણ કરવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ. દિલ્હીમાં 17 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 45,207 રૂપિયા હતી. આ રીતે જોઈએ તો આ કિંમત સર્વોચ્ચ સપાટીથી 10,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછી છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. સામાન્ય રીતે જોવા જઈએ તો આ ભાવમાં સોનામાં રોકાણ કરવું ફાયદાનો સોદો છે.

    આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

    સોનાની કિંમત ક્યાં સુધી જઈ શકે?

    નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોનાના રસીકરણની ઝડપ વધી રહી છે તેમ તેમ લોકો રોકાણ માટેના બીજા વિકલ્પો શોધી રહ્યા છે. જેનાથી સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. જોકે, નિષ્ણાતો એવું નથી માની રહ્યા કે આ સ્થિતિ વધારે સમય સુધી રહેશે. દુનિયાના દેશોના શેર બજાર પણ ઝડપ પકડી ચૂક્યા છે. શેર બજાર ઉપર જતાં નફાની સાથે સાથે જોખમ પણ વધે છે. આથી રોકાણકારો ફરીથી સુરક્ષિત રોકાણ તરફ એટલે કે સોના તરફ પાછા ફરી શકે છે. જેના પગલે કિંમત વધવા લાગશે. નિષ્ણાતોનું માનવું છે કે 2021ના અંત સુધીમાં સોનાની કિંમત નવા સ્તરને સ્પર્શી શકે છે. અંદાજ પ્રમાણે સોનાની કિંમત 60,000 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે.

    લાંબા ગાળે કિંમતમાં તેજી આવી શકે?

    રોકાણકારો એવું પણ જાણવા માંગે છે કે શું લાબા ગાળે સોનામાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે કે નહીં? શું તેમણે આ મોકોનો ફાયદો ઉઠાવીને હાલ સોનામાં રોકાણ કરવું જોઈએ? આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે સોનાની કિંમતમાં તાજેતરમાં આવેલા ઘટાડો પાછળ અનેક કારણ છે. તેમાં સૌથી મોટું કારણ કોરોના વેક્સીનેસન અભિયાનમાં આવેલી તેજી અને આર્થિક ગતિવિધિમાં થયેલો વધારો છે. જ્યારે, બીજી કરન્સીમાં સરખામણીમાં મજબૂત થઈ રહેલો ડૉલર પણ સોનાની કિંમત પર અસર કરી રહ્યો છે. હાલ અમેરિકન ડૉલર અને સોનું એકબીજાથી વિરુદ્ધનો વ્યવહાર કરી રહ્યા છે. જો ડૉલરની માંગમાં વધારો થશે તો સોનું દબાણ હેઠળ આવી જશે. જોકે, આવતી સિઝનમાં માંગ વધશે તો સોનાની કિંમતમાં વધારો થશે. ઓક્ટોબરમાં દેશમાં એક પછી એક તહેવાર આવી રહ્યા છે. એવામાં માંગ વધતા સોનાની કિંમત વધી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનું આ વર્ષે 1960 ડૉલર પ્રતિ ઔંસના સર્વોચ્ચ સ્તરને સ્પર્શી શકે છે.

    આ પણ વાંચો: Explained: શું છે ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર અને કઇ રીતે તમારા મકાનને આપશે સંપૂર્ણ સુરક્ષા?

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    કોરોના સંકટમાં સોનામાં રોકાણ

    લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: