Gold Silver Price Today: ખુશખબર! સોનું 11,000 રૂપિયા સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ્સ

પ્રતિકાત્મક તસવીર

Gold Silver Price Today: ગોલ્ડમાં રોકાણ કરવાની સુવર્ણ તક, સોનું ઓલાટાઇમ હાઈથી 11 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે

  • Share this:
    Gold Silver Price Today: 11 August 2021: સોનામાં રોકાણ કરનારા (Investment in Gold) અને ખરીદી કરનારાઓ માટે ખુશખબરી છે. સોનું ચાર મહિનાના નીચલા સ્તર પર આવી ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર ગોલ્ડની કિંમત (Gold Price) 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નીચે આવ્યા બાદ ભાવ 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. MCX પર છેલ્લા ત્રણ કારોબારી સત્રમાં સોનું વાયદો લગભગ 1.3 ટકા ઘટ્યો, જ્યારે આ અવધિમાં ચાંદીની કિંમત (Silver Price) 1.5 ટકાથી વધુ ગબડી છે.

    સોના અને ચાંદીના ભાવ પર રોકાણકારોની સતત નજર રહેતી હોય છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર બુધવાર સવારે 9:55 વાગ્યે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. MCX પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.16 ટકા એટલે કે 72 રૂપિયાના ઉછાળા સાથે 46,034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. તો બીજી તરફ, સપ્ટેમ્બર વાયદાની ચાંદી (Silver Price Today)માં સામાન્ય વધારો જોવા મળે છે. MCX પર સિલ્વર 8 રૂપિયાના વધારા સાથે 62,644 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)- મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.16 ટકા વધારા સાથે 46,034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં સામાન્ય 72 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today)- આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.1 ટકાના વધારા બાદ 62,644 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં મંગળવાર સવારે 8 રૂપિયાનો સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 45,850 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 45,100 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 46,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

    આ પણ વાંચો, Indian Bank Recruitment 2021: ઈન્ડિયન બેંકમાં ધો-7થી લઈને સ્નાતક થયેલા માટે નોકરીની તક, જાણો તમામ વિગતો

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: