Gold Silver Price Today: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો ભાવ, ચાંદીમાં પણ ધોવાણ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં 1.33 ટકાનો ઘટાડો તો ચાંદીમાં 2.03 ટકાનો ઘટાડો નોંધાયો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં 1.33 ટકાનો ઘટાડો તો ચાંદીમાં 2.03 ટકાનો ઘટાડો નોંધાયો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

  • Share this:
    Gold Silver Price Today: 9 August 2021: સોના અને ચાંદીના ભાવમાં આજે સોમવાર 9 ઓગસ્ટે ફરી એક વાર ઘટાડો નોંધાયો છે. એવામાં જો સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange - MCX) પર સવારે 10:00 વાગ્યે સોનાનો ભાવ (Gold Price Today) 1.33 ટકાના ઘટાડા સાથે 46,019 રૂપિયા પર આવી ગયો છે. સોનાનો ભાવ ઘટીને ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. તેની સાથે જ ચાંદી (Silver Price Today)માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને તે 63,681 પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.

    ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આજે અહીં સોનું 4.4 ટકા સુધી ગબડી ગયું છે. કારોબારી સત્રમાં ગોલ્ડ 1,684.37 ડૉલરને સ્પર્શયા બાદ હાજર સોનું 2.3 ટકા ઘટીને 1,722.06 ડૉલર પ્રતિ ઔૈંસ થઈ ગયું. આ ઉપરાંત ચાંદી 2.6 ટકા ઘટીને 23.70 ડૉલર પર આવી ગયું.

    12 વર્ષમાં આપ્યું સૌથી ખરાબ રિટર્ન

    નોંધનીય છે કે, ગોલ્ડે વર્ષ 2020માં રોકાણકારોને છેલ્લા 12 વર્ષના સમયગાળામાં સૌથી ખરાબ રિટર્ન (Gold Investment and Return) આપ્યું છે. આ દરમિયાન સોનાની કિંમતોમાં 13 ટકાનો ઘટાડો (Gold Prices Dropped) નોંધાયો છે.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)
    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 1.33 ટકા ઘટાડાની સાથે 46,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. આજે ગોલ્ડમાં 600 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today)
    જો ચાંદીની વાત કરીએ તો આજે તેના ભાવમાં ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 2.03 ટકાના ઘટાડા બાદ 63,681 રૂપિયા પર આવી ગયો છે. ચાંદીમાં 1400 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 46,000 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 45,080 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, JioMart Digital: રિલાયન્સની નવી પહેલથી અમેઝોન-ફ્લિપકાર્ટનું આધિપત્ય થશે ખતમ

    સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

    ગોલ્ડ રોકાણમાં સારા રિટર્નની તક- સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.
    Published by:Mrunal Bhojak
    First published: