Home /News /business /

Gold Silver Rate: સોનાની કિંમતમાં અધધ 1,000 અને ચાંદીમાં 1,600 રૂપિયાનો વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold Silver Rate: સોનાની કિંમતમાં અધધ 1,000 અને ચાંદીમાં 1,600 રૂપિયાનો વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 07 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,621 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની કિંમત આકાશને સ્પર્શી ગઈ છે. દુનિયાભરના શેર બજારમાં કડાકો બોલી ગયો છે. બીજી તરફ સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોટિડી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમતમાં 2.02 ટકા અને ચાંદીની કિંમતમાં 2.40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ સોનાની કિંમત 53,600 રૂપિયા અને ચાંદીની કિંમત 70,800 રૂપિયાને પાર ચાલી ગઈ છે. બજાર નિષ્ણાતો ગત અઠવાડિયે અનુમાન લગાવી રહ્યા હતા કે બહુ ઝડપથી સોનાની કિંમત 54,000 રૂપિયાને પાર જશે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price)

    આજે સવારે 9:50 વાગ્યે એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 1062 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. સોનું 2.02 ટકા વધીને 53,621 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદીની કિંમતમાં 1,660 રૂપિયાનો મોટો ઉછાળો જોવામાં આવ્યો હતો. ચાંદી 2.40 ટકા વધીને 70,820 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold record price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,621 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2,579 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,700₹54,220
    મુંબઈ₹48,410₹52,810
    દિલ્હી₹48,410₹52,810
    કોલકાતા₹48,410₹52,810
    બેંગલુરુ₹48,410₹52,810
    હૈદરાબાદ₹48,410₹52,810
    કેરળ₹48,410₹52,810
    પુણે₹48,460₹52,860
    વડોદરા₹48,510₹52,910
    અમદાવાદ₹48,480₹52,890
    જયપુર₹48,560₹52,960
    લખનઉ₹48,560₹52,960
    કોઈમ્બતુર₹49,700₹54,220
    મદુરાઈ₹49,700₹54,220
    વિજયવાડા₹48,410₹52,810
    પટના₹48,460₹52,860
    નાગપુર₹48,510₹52,910
    ચંદીગઢ₹48,560₹52,960
    સુરત₹48,480₹52,890
    ભુવનેશ્વર₹48,410₹52,810
    મેંગલોર₹48,410₹52,810
    વિશાખાપટ્ટનમ₹48,410₹52,810
    નાશિક₹48,460₹52,860
    મૈસુર₹48,410₹52,810


    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: ભારતીય શેર બજાર લોહીલુહાણ, સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: કમાણીના શેર: આજે (7 માર્ચ) આ 20 શેરમાં થશે મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર