Home /News /business /

Gold Price Today: ખુશખબર! સોનાની કિંમતમાં 5 દિવસમાં 450 રૂ.નો કડાકો, જાણો આજનો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Gold Price Today: ખુશખબર! સોનાની કિંમતમાં 5 દિવસમાં 450 રૂ.નો કડાકો, જાણો આજનો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

પાંચ દિવસમાં સોના સાથે ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો ચાંદીમાં 11,00 રૂપિયાનો કડાકો

Gold Price Today:સોના-ચાંદીના ભાવમાં પાછળા કેટલાય દિવસથી કડાકો બોલી રહ્યો છે જેના કારણે પાંચ દિવસમાં 450 રૂપિયાનો કડાકો બોલ્યો છે.

    નવી દિલ્હી : સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) છેલ્લા કેટલાક દિવસોથી કડાકો બોલી રહ્યો છે. જેના કારણે સોની બજાર અને વાયદા બજારમાં સોનાનો ભાવ ગગડી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 450નો કડાકો બોલ્યો છે. દરમિયાનમાં વાયદા બજારમાં (MCX)માં શુક્રવારે 6 ઑગસ્ટના રોજ સોનાનો ભાવો 0.26 ટકા સુધી ગગડ્યો હતો. ગત સોમવારે સોનાનો ભાવ 0.16 ટકા ગગડ્યો હતો અને તેની કિંમત રૂપિયા 47,926 પર પહોંચી ગઈ હતી.

    પાંચ દિવસમાં 450 રૂપિયા ગગડ્યું સોનું

    સોનાની કિંમત સોમવારે પ્રતિ 10 ગ્રામ 47,926 રૂપિયા હતી. જેમાં શુક્રવારે 0.26 ટકાનો કડાકો બોલ્યો હતો. આ કડાકા સાથે શુક્રવારનો ભાવ 47,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. એટલે કે માત્ર પાંચ દિવસમાં તોલાના ભાવમાં રૂપિયા 450નો કડાકો બોલી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સોનાની વાયદા બજાર એટલે કે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) શનિવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા દિવસે બંધ રહે છે.

    ચાંદીના ભાવમાં કેટલો કડાકો બોલ્યો?

    ગત સોમવારે ચાંદીના ભાવમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો. આ કડાકા સાથે ચાંદીનો ભા 67,885 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી તૂટીને શુક્રવારે 66,720 રૂપિયા સુધી પાંચ દિવસમાં આવી ગયો હતો. આમ આ રીતે જોતા એક અઠવાડિયાના પાંચ દિવસમાં ચાંદીમાં 11,000 રૂપિયાનો કડાકો બોલ્યો છે.

    શું આગામી સમયમાં સોનાનો ભાવ વધશે?

    25 કરોડ ડૉલરના ક્વાડરિગા ઇગ્નિયો ફંડને સંભાળનાર ડિએગો પેરિલાનું કહેવું છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થશે. આગામી 3-5 વર્ષની અંદર સોનાની કિંમત બે ગણી થઈ જશે. દરમિયાન સોનાનાની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત 3000-5000 ડૉલર સુધી પહોંચી શકે છે. ડિએગોના અનુમાનને ભારતના પરીપ્રેક્ષ્યમાં સમજીઓ તો આગામી પાંચ વર્ષમામાં સોનાનો ભોવ 10 ગ્રામે 90,000 રૂપિયાને પાર કરી શકે છે.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    ઉલ્લેખનીય છે કે જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગતા હોવ તો આના માટે સરકારે એક એપ તૈયાર કરી છે જેનું અંગ્રેજી નામ ‘BIS Care app’ છે. આ એપની મદદથી તમે સોનાની શુદ્ધતા ચકાસી શકે છો. આનાથી સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ ફરિયાદ પણ કરી શો છો. જો સોનીનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તુરંત તેના પર ફરિયાદ કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: 10 Gram Gold Price, Business news, Gold Price on 7th August 2021, Gold price today, Gold Rate Today of 22 K, MCX, Silver Price on 7th August 2021, Silver Price Today, ચાંદી

    આગામી સમાચાર