Home /News /business /Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં નજીવો ઉછાળો આવ્યો, જોકે હજુ પણ મળી રહ્યા છે ઘણાં સસ્તાં

Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં નજીવો ઉછાળો આવ્યો, જોકે હજુ પણ મળી રહ્યા છે ઘણાં સસ્તાં

સોનાની કિંમતમાં ઉછાળો

Gold Silver rate today 5th September: આજે આજે સવારે 12.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.29 ટકા વધીને 50,512 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.68 ટકા ઘટીને 52,3382 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે શેરબજારની સાથે વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 50,500ની ઉપર ચઢ્યા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સારો વધારો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.29 ટકા વધીને 50,512 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.68 ટકા ઘટીને 53,382 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 12.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.29 ટકા વધીને 50,512 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.29 ટકા વધીને 53,382 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,512 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,679
    રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,360₹51,660
    મુંબઈ₹46,750₹51,000
    દિલ્હી₹46,900₹51,160
    કોલકાતા₹46,750₹51,000
    બેંગલુરુ₹46,800₹51,050
    હૈદરાબાદ₹46,750₹51,000
    કેરળ₹46,750₹51,000
    પુણે₹46,780₹51,030
    વડોદરા₹46,780₹51,030
    અમદાવાદ₹46,800₹51,050
    જયપુર₹46,900₹51,160
    લખનઉ₹46,900₹51,160
    કોઈમ્બતુર₹47,360₹51,660
    મદુરાઈ₹47,360₹51,660
    વિજયવાડા₹46,750₹51,000
    પટના₹46,780₹51,030
    નાગપુર₹46,780₹51,030
    ચંદીગઢ₹46,900₹51,160
    સુરત₹46,800₹51,050
    ભુવનેશ્વર₹46,750₹51,000
    મેંગલોર₹46,800₹51,050
    વિશાખાપટ્ટનમ₹46,750₹51,000
    નાશિક₹46,780₹51,030
    મૈસુર₹46,800₹51,050

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन