Home /News /business /Gold Silver Price Today: સોનું 56 હજાર પહોંચવાની તૈયારીમાં, જુઓ તમારા શહેરની કિંમતો

Gold Silver Price Today: સોનું 56 હજાર પહોંચવાની તૈયારીમાં, જુઓ તમારા શહેરની કિંમતો

સોનું 56 હજારને પાર થવાની તૈયારીમાં ઓલ ટાઈમ હાઈથી હાથ વેંત દૂર.

Gold Silver Price Today 5th January: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.12 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 55,832 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.12 ટકા ઘટીને 69,237 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે. આજે સવારના કારોબારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે જ્યારે ચાંદી થોડું દબાણ દેખાી રહ્યું છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ફરી 56 હજાર તરફ આગળ વધ્યું છે. તો બીજી તરફ ચાંદી ઘટીને 70 હજારની અંદર આવી ગઈ છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.12 ટકાના વધારા સાથે 55,832 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.12 ટકા ઘટીને 69,237 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક નેગેટિવ સંકેતો વચ્ચે પણ સોનામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ સાયરસ મિસ્ત્રી અકસ્માતઃ 152 પાનાની ચાર્જશીટ દાખલ, બેદરકારી-ઓવરસ્પીડિંગને મુખ્ય કારણ ગણાવાયું

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.12 ટકાના વધારા સાથે 55,832 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.12 ટકાના ઘટાડા સાથે 69,237 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,832 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1359 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Best SIP for 2023: તગડું ફંડ ભેગું કરવા, 'છોટા પેકેટ બડા ધમાકા' જેવી 5 સ્ટાર રેટિંગ ધરાવતી આ 4 SIP

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,280₹57,030
    Mumbai₹51,300₹55,960
    Delhi₹51,450₹56,110
    Kolkata₹51,300₹55,960
    Bangalore₹51,350₹56,010
    Hyderabad₹51,300₹55,960
    Kerala₹51,300₹55,960
    Pune₹51,300₹55,960
    Vadodara₹51,350₹56,010
    Ahmedabad₹51,350₹56,010
    Jaipur₹51,450₹56,110
    Lucknow₹51,450₹56,110
    Coimbatore₹52,280₹57,030
    Madurai₹52,280₹57,030
    Vijayawada₹51,300₹55,960
    Patna₹51,350₹56,010
    Nagpur₹51,300₹55,960
    Chandigarh₹51,450₹56,110
    Surat₹51,350₹56,010
    Bhubaneswar₹51,300₹55,960
    Mangalore₹51,350₹56,010
    Visakhapatnam₹51,300₹55,960
    Nashik₹51,330₹55,990
    Mysore₹51,350₹56,010

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Shareholders: PhonePe શેરધારકોએ રૂ.8200 કરોડનો ટેક્સ ચૂકવવો પડશે!

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन