Gold Silver Price: સોના-ચાંદીની કિંમતો જાહેર, જાણો તમારા શહેરનો આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Gold Silver Price 31 July 2021: આજે સવારે (31 જુલાઈ)ના રોજ નવી દિલ્હી ખાતે 22 કેરેટ સોનાનો ભાવ 47,410 રૂપિાય પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 51,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

  • Share this:
    Gold Silver Price 31 July 2021: આજે સવારે દેશના મોટા શહેરમાં સોના ચાંદીનો કારોબાર શરૂ થઈ ગયો છે. દેશના મોટાભાગના શહેરમાં સોના અને ચાંદીના ભાવ જુદા જુદા હોય છે. આથી કયા શહેરમાં કેટલો રેટ ચાલી રહ્યો છે તે જાણવું જરૂરી છે. મલ્ટી કોમોડિટી એક્સેન્જ (MCX) પર કારોબારના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે સોનું ઘટીને બંધ થયું હતું. સોનામાં ઓગસ્ટનો ફ્યૂચર ટ્રેડ 406 રૂપિયાના ઘટાડા સાથે 47,875 રૂપિયા રહ્યો હતો. જ્યારે ચાંદીનો ફ્યૂચર ટ્રેડ 315 રૂપિયા ઘટીને 67,885 રૂપિયા હતો. ગુડરિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે સવારે (31 જુલાઈ)ના રોજ નવી દિલ્હી ખાતે 22 કેરેટ સોનાનો ભાવ 47,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 51,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

    આંતરરાષ્ટ્રીય બજાર:

    આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે કારોબાર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અમેરિકામાં સોનાનો કારોબાર શુક્રવારે 16.91 ડૉલરના ઘટાડા સાથે 1,813.62 ડૉલર પ્રતિ ઔસ રહ્યો હતો. જ્યારે ચાંદીનો કારોબાર 0.03 ડૉલરના ઘટાડા સાથે 25.50 ડૉલર પર બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO

    31 જુલાઈના રોજ વિવિધ શહેરમાં સોના-ચાંદીનો ભાવ: (31 July Gold-Silver Rates)

    અમદાવાદ: 22ct Gold : Rs. 47760, 24ct Gold : Rs. 49770, Silver Price : Rs. 68210
    દિલ્હી: 22ct Gold : Rs. 47410, 24ct Gold : Rs. 51720, Silver Price : Rs. 68210
    કોલકાતા: 22ct Gold : Rs. 47410, 24ct Gold : Rs. 50110, Silver Price : Rs. 68210
    મુંબઈ: 22ct Gold : Rs. 47390, 24ct Gold : Rs. 48390, Silver Price : Rs. 68210
    ચેન્નાઈ: 22ct Gold : Rs. 45630, 24ct Gold : Rs. 49780, Silver Price : Rs. 73210
    બેંગલુરુ: 22ct Gold : Rs. 45260, 24ct Gold : Rs. 49380, Silver Price : Rs. 68210
    ચંદીગઢ: 22ct Gold : Rs. 47110, 24ct Gold : Rs. 49910, Silver Price : Rs. 68210
    હૈદરાબાદ: 22ct Gold : Rs. 45260, 24ct Gold : Rs. 49380, Silver Price : Rs. 73210
    જયપુર: 22ct Gold : Rs. 47610, 24ct Gold : Rs. 49810, Silver Price : Rs. 68210

    સોનાની ખરીદીને લઈ Expertsનો મત

    જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

    આ પણ વાંચો: નાણાની જરૂર પડે તો પર્સનલ લોન, ઓવરડ્રાફ્ટ અને ક્રેડિટ લાઇનમાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરવો?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

    કોરોના સંકટમાં સોનામાં રોકાણ

    લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: