Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીમાં ભારે તેજી, શું ભાવ ઘટશે કે હજુ ઉપર જશે?

Gold Silver Price Today: સોના ચાંદીમાં ભારે તેજી, શું ભાવ ઘટશે કે હજુ ઉપર જશે?

સોના ચાંદીના ભાવમાં આવ્યો તેજ ઉછાળો.

Gold Silver Price Today 30th January: આજે સવારે 11.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.06 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 57,316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.51 ટકા ઉછળીને 68,676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે. જોકે હાલમાં આવેલી સોનાની ભારે તેજીમાં અચાનક બ્રેક લાગી છે અને આજે સવારના કારોબારમાં સોનામાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ચાંદીમાં સામાન્ય ઉછાળો રહ્યો છે. આજે સવારે 11.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.06 ટકાના ઘટાડા સાથે 57,316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.51 ટકા ઉછળીને 68,676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે આજે શુક્રવારે સોનામાં દબાણ જોવા મળ્યું હતું અને સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી નીચે ઉતર્યું હતું.

આ પણ વાંચોઃ ઊંધા માથે પડતાં બજારમાં આ શેર્સમાં કમાણીનો મોકો, એનાલિસ્ટોને પણ ભરોસો

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.06 ટકાના ઘટાડા સાથે 57,316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.51 ટકાના ઉછાળા સાથે 68,676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. જે બાદ 24 જાન્યુઆરી 2023ના રોજ સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 57,360 રૂપિયાની સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે હાલના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમતથી ફક્ત 84 રુપિયા નીચે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


શહેર22 કેરેટ24 કેરેટ
Chennai₹53,500₹58,370
Mumbai₹52,650₹57,440
Delhi₹52,800₹57,590
Kolkata₹52,650₹57,440
Bangalore₹52,700₹57,490
Hyderabad₹52,650₹57,440
Kerala₹52,650₹57,440
Pune₹52,650₹57,440
Vadodara₹52,700₹57,490
Ahmedabad₹52,700₹57,490
Jaipur₹52,800₹57,590
Lucknow₹52,800₹57,590
Coimbatore₹53,500₹58,370
Madurai₹53,500₹58,370
Vijayawada₹52,650₹57,440
Patna₹52,700₹57,490
Nagpur₹52,650₹57,440
Chandigarh₹52,800₹57,590
Surat₹52,700₹57,490
Bhubaneswar₹52,650₹57,440
Mangalore₹52,700₹57,490
Visakhapatnam₹52,650₹57,440
Nashik₹52,680₹57,470
Mysore₹52,700₹57,490

સોનાની શુદ્ધતાના માપદંડ


24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચોઃ બજેટના દિવસે ત્રણ ટ્રેડિંગ નિયમો અપનાવો તિજોરી છલકાશે, મનુ ભાટિયાએ ગણાવ્યા ફાયદા

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today