Gold Price Today: સોનાની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો, રેકોર્ડ સપાટીથી 8,200 રૂપિયા ઓછો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Gold price today 3rd August: સવારે 9:15 વાગ્યે MCX પર ઓક્ટોબર વાયદાનો ભાવ 0.32 ટકાના ઘટાડા સાથે 47,933 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો

  • Share this:
    નવી દિલ્હી: Gold Price Today: ભારતમાં સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો (Gold price 3rd August) જોવા મળ્યો છે. સવારે 9:15 વાગ્યે MCX પર ઓક્ટોબર વાયદાનો ભાવ 0.32 ટકાના ઘટાડા સાથે 47,933 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદીની કિંમત (Silver Rate)માં પણ ઘટાડો જોવો મળ્યો છે. મંગળવારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 67,528 જોવા મળી હતી, જે સોમવારની સરખામણીમાં 0.53 ટકા ઓછી છે. કોરોના સંકટ વચ્ચે ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200ની સપાટીએ પહોંચ્યો હતો. હાલનો ભાવ તેનાથી 8200 રૂપિયા ઓછો છે. ઉલ્લેખનીય છે કે વિવિધ ટેક્સને કારણે વિવિધ રાજ્યો અને શહેરમાં સોનાની કિંમત અલગ અલગ જોવા મળે છે. અહીં દર્શાવેલા ભાવ કરતા જ્વેલરી શોપમાં પણ અલગ ભાવ જોવા મળી શકે છે.

    'સોનાની કિંમત પાંચ વર્ષમાં તોડશે તમામ રેકોર્ડ'

    બીજી તરફ 25 કરોડ ડૉલરના ક્વાડરિગા ઇગ્નિયો ફંડ (Quadriga Igneo Fund) સંભાળતા ડિએગો પેરિલા (Diego Parrilla)નું કહેવું છે કે સોનાની કિંમત આગામી ત્રણથી પાંચ વર્ષમાં બે ગણી થઈ જશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 3000-5000 ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે અનેક દેશોમાં જાહેર કરવામાં આવી રહેલા રાહત પેકેજ (Stimulus Package)થી કેન્દ્રીય બેંકોને પડતી મુશ્કેલી અંગે રોકાણકારોને વધારે માહિતી નથી. આ કારણે સોનાની કિંમત સતત વધતી જશે.

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજનો ભાવ (Gold rate 3rd August, 2021)

    શહેર ---------- 22 કેરેટ------------ 24 કેરેટ
    ચેન્નાઈ--------- ₹45,330 ----------- ₹49,450
    મુંબઈ--------- ₹47,380----------- ₹48,380
    દિલ્હી--------- ₹47,150 ----------- ₹51,430
    કોલકાતા------ ₹47,400 ----------- ₹50,100
    બેંગલુરુ-------- ₹44,900 ----------- ₹48,980
    હૈદરાબાદ ------ ₹44,900 ----------- ₹48,980
    પુને ------------ ₹46,230 ----------- ₹49,500
    વડોદરા--------- ₹46,740 ----------- ₹48,190
    અમદાવાદ------ ₹47,490 ----------- ₹49,490
    જયપુર --------- ₹47,300 ----------- ₹49,500
    લખનઉ--------- ₹47,150 ----------- ₹51,430
    પટના ----------- ₹46,230 ----------- ₹49,500
    નાગપુર--------- ₹47,380 ----------- ₹48,380
    ચંદીગઢ---------- ₹46,800 ----------- ₹49,600
    સુરત ----------- ₹47,490-------------₹49,490

    સોનાની ખરીદીને લઈ Expertsનો મત

    જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

    આ પણ વાંચો: 'સોનાની કિંમત પાંચ વર્ષમાં તમામ રેકોર્ડ તોડશે, 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા થશે'

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: IRCTCની ખાસ ઑફર: રૂપિયા 11,340માં કરો ભારત દર્શન, 12D-11Nનું ખાસ પેકેજ, 29 ઓગસ્ટથી દોડશે ટ્રેન 

    કોરોના સંકટમાં સોનામાં રોકાણ

    લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: