Home /News /business /

Gold price today: સોના-ચાંદીની કિંમતમાં વધારો, જાણો રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું મળી રહ્યું છે સોનું

Gold price today: સોના-ચાંદીની કિંમતમાં વધારો, જાણો રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું મળી રહ્યું છે સોનું

સોનાની કિંમત

Gold Price Today on 28 January, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ (MCX) પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 8,269 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    નવી દિલ્હી. Gold Price Today on 28 January, 2022: ગત રોજ ભાવમાં નોંધપાત્ર ઘટાડા બાદ આજે સોના અને ચાંદીની કિંમત વધી છે. સોનાની કિંમત (Gold price hike today)માં નજીવો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમત પણ વધી (Silver price today) છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર આજે સવારે સોનાની કિંમતમાં 0.04 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 0.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સોનાની કિંમતમાં વધારા છતાં સોનું તેની રેકોર્ડ ભાવથી આઠ હજાર રૂપિયા કરતા વધારે સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price)

    આજે સવારે 09:38 વાગ્યે MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું 0.04 ટકા એટલે કે 21 રૂપિયા વધીને 47,931 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે માર્ચ વાયદા ચાંદી 0.20 ટકા એટલે કે 123 રૂપિયાના વધારા સાથે 62,067 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનું રેકોર્ડ ભાવથી સસ્તું

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 8,269 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,490₹49,630
    Mumbai₹45,400₹49,530
    Delhi₹45,400₹49,530
    Kolkata₹45,400₹48,100
    Bangalore₹45,400₹49,530
    Hyderabad₹45,400₹49,530
    Kerala₹45,400₹49,530
    Pune₹45,400₹49,530
    Vadodara₹45,400₹49,530
    Ahmedabad₹45,400₹49,530
    Jaipur₹45,400₹48,900
    Lucknow₹46,100₹49,100
    Coimbatore₹45,490₹49,630
    Madurai₹45,490₹49,630
    Vijayawada₹45,400₹49,530
    Patna₹45,400₹49,530
    Nagpur₹45,400₹49,530
    Chandigarh₹46,100₹49,100
    Surat₹45,400₹49,530
    Bhubaneswar₹45,400₹49,820
    Mangalore₹45,400₹49,530
    Visakhapatnam₹45,400₹49,530
    Nashik₹45,400₹49,530
    Mysore₹45,400₹49,530

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: Stock Market: જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે ત્યારે તમારે પૈસા ક્યાં જાય છે? જાણો આ ફંડા

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય? 

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર