Home /News /business /

Gold Silver Price today: તહેવારો આવતાં જ સોનું 50 હજાર પહોંચ્યું તો ચાંદી 58 પાર થયું

Gold Silver Price today: તહેવારો આવતાં જ સોનું 50 હજાર પહોંચ્યું તો ચાંદી 58 પાર થયું

સોનું અને ચાંદીમાં તહેવારો આવતા જ વધારો જોવા મળી રહ્યો છે. જોકે હજુ પણ ખરીદવું હોય તો રેકોર્ડ પ્રાઈસ કરતાં સસ્તામાં મળી રહ્યું છે.

Gold Silver rate today 23th September: આજે આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.13 ટકા તૂટીને 49,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા વધીને 57,951 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં તહેવાર નજીક આવતા ફરી તેજીની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ સતત બીજા દિવસે સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનાના ભાવ બે દિવસના વધારા બાદ 50 હજાર થઈ ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ આજે ફરી ઉછળ્યા છે અને 58 હજારને પાર કરી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.13 ટકા ઘટીને 49,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.13 ટકા ઘટીને 57,951 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ  TCS અને Infosys સહિતના મોટા IT સ્ટોક્સમાં કડાકો, તમારે શું કરવું? નિષ્ણતોએ આપી સલાહ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.13 ટકા ઘટીને 49,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.13 ટકા ઘટીને 57,951 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,935 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6256 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,900₹51,160
    મુંબઈ₹46,500₹50,730
    દિલ્હી₹46,650₹50,890
    કોલકાતા₹46,500₹50,730
    બેંગલુરુ₹46,550₹50,780
    હૈદરાબાદ₹46,500₹50,730
    કેરળ₹46,500₹50,730
    પુણે₹46,530₹50,760
    વડોદરા₹46,530₹50,760
    અમદાવાદ₹46,550₹50,780
    જયપુર₹46,650₹50,890
    લખનઉ₹46,650₹50,890
    કોઈમ્બતુર₹46,900₹51,160
    મદુરાઈ₹46,900₹51,160
    વિજયવાડા₹46,500₹50,730
    પટના₹46,530₹50,760
    નાગપુર₹46,530₹50,760
    ચંદીગઢ₹46,650₹50,890
    સુરત₹46,550₹50,780
    ભુવનેશ્વર₹46,500₹50,730
    મેંગલોર₹46,550₹50,780
    વિશાખાપટ્ટનમ₹46,500₹50,730
    નાશિક₹46,530₹50,760
    મૈસુર₹46,550₹50,780



    આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन