Gold Price Today: સોના-ચાંદી (Gold-Silver Price Today)ની કિંમતમાં આજે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગ છો તો તમારા માટે સારી તક છે.
નવી દિલ્હી: સોના-ચાંદી (Gold Price Today)ની કિંમતમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારી પાસે સારો મોકો છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે 22 કેરેટ સોનાનો ભાવ 47,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાં જો ચાંદીની વાત કરવામાં આવે તો તેના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો.
સોના-ચાંદીનો ભાવ: (Gold Price Today, 17 July 2021)
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં ભાવ 47,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈ અને કોલકાતામાં ભાવ ક્રમશઃ 45,420 અને 47,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ રીતે 24 કેરેટ સોનાની વાત કરીએ તો દિલ્હીમાં ભાવ 51,710 રૂપિયા છે. મુંબઈમાં 48,340, ચેન્નાઈમાં 49,550 રૂપિયા અને કોલકાતામાં 49,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીની કિંમત: (Silver Price Today, 17 July 2021)
>> દિલ્હીમાં 68,400રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. >> મુંબઈમાં 68,400રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. >> ચેન્નાઈમાં 73,200રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. >> કોલકાતામાં 68,400રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
ગત વર્ષે MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 રૂપિયાનો રેકોર્ડ સપાટી પર પહોંચી ગયો હતો. ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે સોનું 47,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે સોનું હજુ પણ 9 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
શેર બજાર ટોંચ પર પહોંચે છે ત્યારે તેમાં નફાની સાથે સાથે જોખમ પણ વધે છે. એવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરે છે. જેનાથી સોનાની કિંમતને સપોર્ટ મળે છે અને ભાવ વધવા લાગે છે.
લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર