Gold Silver Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી થઈ મોંઘી, જાણો કયા ભાવે વેચાઈ રહ્યું છે Gold

પ્રતીકાત્મક તસવીર

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં ઘટાડો અને ચાંદીના વાયદામાં તેજી જોવા મળી રહી છે

  • Share this:
    Gold Silver Price Today 17 August 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 6 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 47,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. MCX પર 143 રૂપિયાના ઉછાળા સાથે સિલ્વર વાયદો 63,600 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    ગત સપ્તાહે સોનામાં હળવી રિકવરી જોવા મળી હતી. બીજી તરફ, આ રિકવરી પહેલા ગોલ્ડ ચાર મહિનાના નીચલા સ્તર 45,600 રૂપિયા પર આવી ગયું હતું. નોંધનીય છે કે, ગયા વર્ષે ગોલ્ડનો ભાવ 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો.

    આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરનો હાલ

    ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આજે સોનાનો ભાવ 1,787.90 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિર છે. બીજી તરફ, ચાંદી 0.3 ટકાના વધારાની સાથે 23.89 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. અન્ય કિંમતી ધાતુઓમાં પ્લેટિનમ 0.1 ટકા વધીને 1,023.52 ડૉલર થઈ ગઈ છે.

    શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)?

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ  સામાન્ય ઘટાડાની સાથે 47,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today)

    આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.23 ટકાના વધારાની સાથે 63,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. મંગળવાર સવારે MCX પર સિલ્વરના ભાવમાં 143 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 46,510 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 45,760 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, Auto News: 65000 રૂપિયાથી ઓછામાં ખરીદો Hero, Bajaj અને TVSની આ બાઇક, 90 KMની મળશે માઇલેજ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો, પણ 31મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નહીં


    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: