1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું સોનું, ફટાફટ જાણો કેટલે પહોંચ્યો ભાવ

બીજા વિશ્વ યુદ્ધ પછી કેટલાક વર્ષો સુધી નાઝી સેનાના આ કમાન્ડરની ડાયરીનો ક્યાંય પણ ઉલ્લેખ નહતો. તેને સિક્રેટ રાખવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ ડાયરી જર્મનીના ક્વેડલિનબર્ગ કબ્રમાં છુપાવવામાં આવી હતી. મૈસોનિક લોઝના મેનેજમેન્ટને તેને સંભાળીને રાખવાનું કહ્યું હતું. એવું કહેવાય છે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી કમાન્ડર હિમલર મૈસોનિક અહીં આવતો જતો રહેતો હતો. અને તે સમયે જ તેણે આ ડાયરી છુપાવી હતી. જો કે 2019માં લોઝે આ ડાયરીને પોલિશ ફાઉન્ડેશન સિલેસિયાન બ્રિઝને આપી હતી.

મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ પર જૂન વાયદા બજારમાં સોનાનો ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ગગડીને 45,685 રૂપિયાના સ્તર પર આવી ગયો

 • Share this:
  નવી દિલ્હી : Gold Price Today. ગ્લોબલ ઈક્વિટી માર્કેટમાં તેજી અને રૂપિયો મજબૂત થવાની સાથે આજે સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં લોકડાઉનના કારણથી સ્પોટ ગોલ્ડ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે આ લોકડાઉનને 3 મે સુધી વધારી દીધુ છે. મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ પર જૂન વાયદા બજારમાં સોનાનો ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ગગડીને 45,685 રૂપિયાના સ્તર પર આવી ગયો છે.

  ચાંદીની કિંમતોમાં પણ આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન વાયદાવાળી ચાંદીનો ભાવ 42,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર રહ્યો.

  આ અઠવાડીએ રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું સોનું

  આ પહેલા સેશનમાં ડોલરના મુકાબલે રૂપિયાના ઘટાડા બાદ સોનાનો ભાવ રેકોર્ડ ઉચ્ચતમ એટલે કે, 47327 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો હતો. યાદ અપાવી દઈએ કે, ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયો 76.87ના સ્તર પર આવી ગયો હતો, જે એક રેકોર્ડ સ્તર હતો. ભારતમાં ગોલ્ડની કિંમતો પર 12.5 ટકા આયાત શુલ્ક અને 3 ટકા જીએસટી આપવી પડે છે.

  વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે અહીં પણ ગોલ્ડની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.1 ટકાના ઘટાડા સાથે 1,716.56 ડોલર પ્રતિ અંસના સ્તર પર પહોંચી ચુક્યો છે.

  સોવરેન ગોલ્ડ બોન્ડનું એલાન

  ભારત સરકારે નાણાકીય વર્ષ 2020-21ના સિરીઝ ગોલ્ડ બોન્ડના ઓપનિંગ વિશે જાણકારી આપી દીધી છે. આ અનુસાર, સીરિઝ 1 ગોલ્ડ બોન્ડ 20 એપ્રિલથી 24 એપ્રિલ માટે ખુલશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિકમાં સોવરેન ગોલ્ડ બોન્ડને સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 6 વખત સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: