Home /News /business /Gold Silver Price Today: સોનું ચાંદી દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે, ક્યાં જઈને અટકશે?

Gold Silver Price Today: સોનું ચાંદી દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે, ક્યાં જઈને અટકશે?

સોના ચાંદીમાં દરરોજ નવી તેજી

Gold Silver Price Today 13th January: સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.12 ટકાના વધારા સાથે 55,944 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.21 ટકા ઘટીને 68,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

    નવી દિલ્હીઃ આજે વૈશ્વિક દબાણ વચ્ચે ફરીથી માર્કેટ થોડા ઉછાળા સાથે ખુલ્યુ છે. તો બીજી બાજું સોના અને ચાંદીમાં પણ થોડી તેજી જોવા મળી રહી છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં સામાન્ય તેજી છે. સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.12 ટકાના વધારા સાથે 55,944 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.21 ટકા ઘટીને 68,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ  રુપિયા છાપવાનું મશીન બન્યો આ શેર, એક જ મહિનામાં રુપિયા 3 ગણા વધાર્યા

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.12 ટકાના વધારા સાથે 55,944 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.21 ટકા ઘટીને 68,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,944 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1247 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ વાર્ષિક 2.50 લાખ કરોડના ટર્નઓવર વાળા ફાર્મા ઉદ્યોગની આ બજેટ શું છે અપેક્ષાઓ?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,500₹57,250
    Mumbai₹51,600₹56,290
    Delhi₹51,750₹56,440
    Kolkata₹51,600₹56,290
    Bangalore₹51,650₹56,340
    Hyderabad₹51,600₹56,290
    Kerala₹51,600₹56,290
    Pune₹51,600₹56,290
    Vadodara₹51,650₹56,340
    Ahmedabad₹51,650₹56,340
    Jaipur₹51,750₹56,440
    Lucknow₹51,750₹56,440
    Coimbatore₹52,500₹57,250
    Madurai₹52,500₹57,250
    Vijayawada₹51,600₹56,080
    Patna₹51,650₹56,340
    Nagpur₹51,600₹56,290
    Chandigarh₹51,750₹56,440
    Surat₹51,650₹56,340
    Bhubaneswar₹51,600₹56,290
    Mangalore₹51,650₹56,340
    Visakhapatnam₹51,600₹56,080
    Nashik₹51,630₹56,320
    Mysore₹51,650₹56,340

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ અમેરિકા-કેનેડામાં ડોલર લઈ ફરવાની જરૂર નથી, દરેક ભારતીય UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, અન્ય દેશોમાં પણ શરૂ થઈ સુવિધા

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

    विज्ञापन
    विज्ञापन