Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતમાં સતત એક જ ટ્રેન્ડ તે છે તેજી

Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતમાં સતત એક જ ટ્રેન્ડ તે છે તેજી

સોના ચાંદીમાં તેજીનો એવો કરંટ છે કે કિંમતો સતત આકાશમાં ઉંચે ચડી રહી છે.

Gold Silver Price Today 12th January: સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.30 ટકાના વધારા સાથે 55,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.69 ટકા વધીને 68,440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજે વૈશ્વિક દબાણ વચ્ચે ફરીથી માર્કેટ થોડા ઉછાળા સાથે ખુલ્યુ છે. તો બીજી બાજું સોના અને ચાંદીમાં પણ થોડી તેજી જોવા મળી રહી છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં સામાન્ય તેજી છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.30 ટકાના વધારા સાથે 55,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.69 ટકા વધીને 68,440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં આ રતુંબડા સોનાની ખેતીથી કેટલાક ખેડૂતો કરી રહ્યા છે લાખોમાં કમાણી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.30 ટકાના વધારા સાથે 55,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.69 ટકા વધીને 68,449 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,784 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1407 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ આ મ્યુચ્યુઅલ ફંડ તો રુપિયા છાપવાનું કારખાનું, 5 વર્ષમાં 50 લાખની કમાણી!

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,360₹57,120
    Mumbai₹51,400₹56,070
    Delhi₹51,550₹56,220
    Kolkata₹51,400₹56,070
    Bangalore₹51,450₹56,120
    Hyderabad₹51,400₹56,070
    Kerala₹51,400₹56,070
    Pune₹51,400₹56,070
    Vadodara₹51,450₹56,120
    Ahmedabad₹51,450₹56,120
    Jaipur₹51,550₹56,220
    Lucknow₹51,550₹56,220
    Coimbatore₹52,360₹57,120
    Madurai₹52,360₹57,120
    Vijayawada₹51,400₹56,070
    Patna₹51,450₹56,120
    Nagpur₹51,400₹56,070
    Chandigarh₹51,550₹56,220
    Surat₹51,450₹56,120
    Bhubaneswar₹51,400₹56,070
    Mangalore₹51,450₹56,120
    Visakhapatnam₹51,400₹56,070
    Nashik₹51,430₹56,100
    Mysore₹51,450₹56,120

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ ગળાની નીચે નહિ ઉતરે આ વાત પણ એક ડોગી 3,000 કરોડનો માલિક! Netflix તો બનાવી રહ્યું છે સીરીઝ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन