Home /News /business /Gold Silver Price Today: સોનું ચાંદી તો નામ ન લેવાય એટલું મોઘું, લાગે છે બધા રેકોર્ડ તોડશે

Gold Silver Price Today: સોનું ચાંદી તો નામ ન લેવાય એટલું મોઘું, લાગે છે બધા રેકોર્ડ તોડશે

સોના ચાંદીમાં જબ્બર તેજી શું ઓલ ટાઈમ હાઈ પર ફરી પહોંચશે?

Gold Silver Price Today 10th January: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.06 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.49 ટકા ઘટીને 68,563 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે.આજે સવારના કારોબારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે જ્યારે ચાંદી થોડું દબાણ દેખાઈ રહ્યું છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં તેજી છે.આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.06 ટકાના વધારા સાથે 55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.49 ટકા ઘટીને 68,563 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક નેગેટિવ સંકેતો વચ્ચે પણ સોનામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ જો લાભાર્થી ખેડૂતનું મૃત્યુ થાય તો રૂ.6000 મળશે કે નહિ? જાણો શું છે નિયમ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.06 ટકાના વધારા સાથે 55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.49 ટકાના વધારા સાથે 68,563 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,900 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1291 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ રેખા ઝુનઝુનવાલાએ આ બેંક શેરમાં કરી ધોમ ખરીદી, 1 વર્ષમાં 45% ઉછળ્યો શેર

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,370₹57,130
    Mumbai₹51,450₹56,130
    Delhi₹51,600₹56,290
    Kolkata₹51,450₹56,130
    Bangalore₹51,500₹56,180
    Hyderabad₹51,450₹56,130
    Kerala₹51,450₹56,130
    Pune₹51,450₹56,130
    Vadodara₹51,500₹56,180
    Ahmedabad₹51,500₹56,180
    Jaipur₹51,600₹56,290
    Lucknow₹51,600₹56,290
    Coimbatore₹52,370₹57,130
    Madurai₹52,370₹57,130
    Vijayawada₹51,450₹56,130
    Patna₹51,500₹56,180
    Nagpur₹51,450₹56,130
    Chandigarh₹51,600₹56,290
    Surat₹51,500₹56,180
    Bhubaneswar₹51,450₹56,130
    Mangalore₹51,500₹56,180
    Visakhapatnam₹51,450₹56,130
    Nashik₹51,480₹56,160
    Mysore₹51,500₹56,180

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Business Idea: રંગબેરંગી ફૂલ તમારા ખિસ્સાને નોટોથી સજાવશે, પહેલા દિવસથી જ કમાણી થશે

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन