Home /News /business /

Gold Price: સોના-ચાંદીનાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આખા અઠવાડિયાનો સરાફા બાજારની વધ-ઘટ

Gold Price: સોના-ચાંદીનાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આખા અઠવાડિયાનો સરાફા બાજારની વધ-ઘટ

જાણો આખા અઠવાડિયાની સોનાનાં ભાવની વધ-ઘટ

Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદીનાં ભાવમાં (Gold and Silver Price Updates) ભારે વધ-ઘટ નોંધાઇ છે. જેની સીધી અસર ગ્રાહકનાં ખિસ્સા પર પડી છે. ત્યારે ગત આખુ અઠવાડીયું (21થી 25 ફેબ્રુઆરી સોના ચાંદીનો ભાવ શું રહ્યો તેનાં પર એક નજર કરીએ

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય સરાફા બજારમાં સોનાનાં સાપ્તાહિક ભાવમાં વધારો થયો છે. તો ચાંદી પણ મોંઘી થઇ છે. આ કારોબારી અઠવાડિાયમાં સોનાનો ભાવ 578 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી નોંધાયી છે. જ્યારે ચાંદીનાં ભાવમાં 1,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો આવ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ, આ બિઝનેસ વીક (21-25 ફેબ્રુઆરીની વચ્ચે)ની શરૂઆતમાં 24 કેરેટ સોનું (Gold)નો ભાવ 50,089 હતો. જે શુક્રવાર સુધી વધી 50,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. 999 શુદ્ધતા વાળી ચાંદી (Silver)નો ભઆવ 63661 વધીને 65174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદીનાં ભાવમાં (Gold and Silver Price Updates) ભારે વધ-ઘટ નોંધાઇ છે. જેની સીધી અસર ગ્રાહકનાં ખિસ્સા પર પડી છે. ત્યારે ગત આખુ અઠવાડીયું (21થી 25 ફેબ્રુઆરી સોના ચાંદીનો ભાવ શું રહ્યો તેનાં પર એક નજર કરીએ

    આપને જણાવી દઇએ કે, આઇબીજીએ તરફથી જાહેર ભાવથી અલગ અલગ શુદ્ધતાનાં સોનાનાં સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જીસ પહેલાંનાં છે. આઇબીજીએ દ્વારા જાહેર કરવામાં આવેલાં ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. પણ તેનાં ભાવમાં જીએસટી શામેલ નથી.

    આ પણ વાંચો-શું આ છે Goldમાં રોકાણનો ઉત્તમ સમય? જાણો કેટલે પહોંચશે સોનાનો ભાવ

    ગત એક અઠવાડિયામાં આટલો બદલાયો સોનાનો ભાવ

    21 ફેબ્રુઆરી, 2022- 50,089 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    22 ફેબ્રુઆરી, 2022- 50,131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    23 ફેબ્રુઆરી, 2022- 50,049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    24 ફેબ્રુઆરી, 2022- 52,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
    25 ફેબ્રુઆરી, 2022- 50,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

    ગત એક અઠવાડિયામાં કેટલો બદલાયો ચાંદીનો ભાવ

    21 ફેબ્રુઆરી, 2022- 63,661 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    22 ફેબ્રુઆરી, 2022- 64,372 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    23 ફેબ્રુઆરી, 2022- 64,203 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    24 ફેબ્રુઆરી, 2022- 68,149 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
    25 ફેબ્રુઆરી, 2022- 65.174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

    મિસ્ડ કોલ આપી જાણો સોનાનો ભાવ
    આપને જણાવી દઇએ કે, આપ આ ભાવને સહેલાઇથી ઘેર બેઠા જાણી શકો છો. આ માટે આપે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો છે અને આપને ફોન પર મેસેજ આવી જશે. જેમાં આપ લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gold and silver, Gold and Silver Price, Gold price, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર