Gold-Silver Update : માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો

News18 Gujarati
Updated: September 27, 2020, 4:29 PM IST
Gold-Silver Update : માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો
કોરોનાના આંકડામાં વધારો થવાથી મોંઘવારીનો ડર વધી ગયો છે. જેને કારણે, તેની અસર હવે સોનાના ભાવ પર પડી રહી છે.

કોરોનાના આંકડામાં વધારો થવાથી મોંઘવારીનો ડર વધી ગયો છે. જેને કારણે, તેની અસર હવે સોનાના ભાવ પર પડી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી વચ્ચે ગત અઠવાડીએ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ બાદથી આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આગળ તેજીને લઈ અનિશ્ચિતતા અકબંધ છે. આ બધા વચ્ચે ડોલરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ કારણ છે કે, જ્યારે સોનાની માંગમાં ઘટાડો આવે છે. કોવિડ-19ના વધતા કેસના કારણે આર્થિક રિકવરીનું અનુમાન નબળુ પડી રહ્યું છે, ખાસ કરીને યુરોપમાં.

આગળ પણ ડોલરમાં તેજીનું અનુમાન

ગત અઠવાડીએ સોનાના ભાવમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ચાંદીના ભાવ પણ 15 ટકા સુધી ગગડ્યા છે. જાણકારોનું માનવું છે કે, ડોલરમાં મજબૂતીથી સોના પર દબાણ વધ્યું છે. અનુમાન છે કે, આગામી અઠવાડીએ અન્ય કરન્સીના મુકાબલે ડોલરમાં ગત 6 મહિનાની સૌથી મોટી તેજી જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સોનાની કિંમતોમાં તેથી મોંઘવારીને માત આપવામાં મદદ મળશે. પરંતુ, ગ્રાક મૂલ્યોમાં વૃદ્ધિના કારણે હવે સોનાના ભાવને ઝટકો લાગી રહ્યો છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ અધિકારીઓનું કહેવું છે કે, માત્ર કેન્દ્રીય બેન્ક જ એકલી અર્થવ્યવસ્થાને દુરસ્ત નથી કરી શકતી. કોરોનાના આંકડામાં વધારો થવાથી મોંઘવારીનો ડર વધી ગયો છે. જેને કારણે, તેની અસર હવે સોનાના ભાવ પર પડી રહી છે.

પ્લેટિનમના ભાવમાં પણ ઘટાડો

અમેરિકી સેનેટ હવે 2.5 લાખ કરોડ ડોલર આગામી પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. આગામી અઠવાડીએ જ તેના સંબંધિ બીલ પાસ થઈ શકે છે. સોના અને ચાંદી સિવાય પ્લેટિનમના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ધ્યાનમાં રાખી રોકાણકાર હવે સતર્ક જોવા મળી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અને ભૂ-રાજનૈતિક તણાવના કારણે આર્થિક અનિશ્ચિતતા અકબંધ રહેશે.ઘરેલુ બજારમાં પણ ગગડ્યા ભાવ

ઘરેલુ બજારની વાત કરીએ તો, મલ્ટી કમોડિટી એક્સચેન્ચ પર શુક્રવારે સોનાના વાયદા ભાવ 238 રૂપિયા ગગડી 49,999 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા. ગોલ્ડની સાથે-સાથે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી લગભગ 1 ટકા ઘટી 59,018 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. અઠવાડીયાના આધાર પર જોઈએ તો, સોનાના ભાવમાં લગભગ 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો રહ્યો. જ્યારે, ચાંદી લગભગ 9000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારે સસ્તી થઈ છે.
Published by: kiran mehta
First published: September 27, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading