Home /News /business /

Gold Price in Gujarat : લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Price in Gujarat : લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

જાણો આજનો સોનાનો ભાવ

લગ્નની સિઝન વચ્ચે આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) અથવા મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સવારે 9.47 વાગ્યે સોનાના ભાવમાં 0.08 % નો હળવો ઘટાડો જોવા મળ્યો છે

    Gold Price Today : ભારતીય શેર બજાર (Indian stock market)માં આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આજે એમસીએક્સ (MCX) અથવા મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સવારે 9.47 વાગ્યે સોનાના ભાવમાં 0.08 % નો હળવો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીની કિંમત (Gold and silver price)માં 0.11% ની સામાન્ય તેજી જોવા મળી છે.

    અમદાવાદમાં સોનાનો ભાવ

    22 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) - 46,510
    24 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) - 50,730

    મુંબઇમાં સોનાનો ભાવ

    22 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) - 46,450
    24 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) -50,670


    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો -Stock Market : નિફ્ટી 15,900 ની ઉપર તો સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, SBI, Tata Motors, L&T ફોકસમાં


    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો -LIC IPO: ગ્રે માર્કેટમાંથી નથી મળી રહ્યા સારા સંકેતો, શું રોકાણકારોના માથે પડશે આઇપીઓ?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Gold price today, Gold silver price

    આગામી સમાચાર