સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં 6000 રૂપિયાનો કડાકો, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય

સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં 6000 રૂપિયાનો કડાકો, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય
પ્રતિકાત્મક તસવીર

Gold Price Today : જાણો વાયદા બજારમાં સોનાની સ્થિતિ અને વિશ્વ ભરની કેન્દ્રીય બેંકોની સોના અંગેની નીતિના મોટા સમાચાર, જેની અસર સોનાના ભાવો પર થશે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX Multi Commodity Exchange) પર સોનાનો વાયદો 0.9 ટકા ઘટીને રૂ 50,130 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.88 ટકા તૂટી રૂ .60,605 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. શુક્રવારે સોનાનો વેપાર 0.4 ટકા વધીને બંધ થયો હતો. આ દિવસે ચાંદીના ભાવમાં 1.6 ટકાનો વધારો થયો હતો. ઑગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સમય દરમિયાન ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ. 80,000 પર પહોંચ્યો હતો.

    વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહ્યા છે. સોમવારે, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,900 પ્રતિ ઔઉસ સ્થિર રહ્યો. ભૂતકાળમાં, સોનાના ભાવ પર ડૉલરની તીવ્ર અસર જોવા મળી હતી. જોકે, સોમવારે ડૉલર નબળો પડતા રોકાણકારોને સોનું ખરીદવામાં મદદ મળી છે.



    ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના (Corona ViruS) કારણે સમગ્ર વિશ્વના બજારોમાં મોટો કડાકો બોલ્યો છે. જોકે, હવે બજારોમાં સ્થિરતા જોવા મળી રહી છે. બજારોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થતા રિકવરી પણ જોવા મળી રહી છે. ચલણ અને કૉમોડિટી બજારમાં સારો વેપાર જોવા મળી રહ્યો છે. આજ કારણ છે કે ડૉમેસ્ટિક બજારમાં સોનાની કિંમતના ભાવ 30 સપ્ટેમ્બરની તૂલનાએ 5,684 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં આશરે 16,034 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    દિવાળી સુધીમાં શું થશે?

    નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ .50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.

    નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનામાં ડૉલર સામે રૂપિયામાં થયેલ વધારો છે. હાલમાં રૂપિયો 73 થી 74 ની રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78 ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડૉલર રૂપિયા સામે પાછો મજબૂત થશે, તો લાંબા ગાળે, પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.
    Published by:Jay Mishra
    First published:October 09, 2020, 14:19 pm

    ટૉપ ન્યૂઝ