Gold Silver Price Today: MCX પર સોના અને ચાંદીના ભાવોમાં ઉથલપાથલ, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Rates, 16 September 2021: સોનું રેકોર્ડ હાઇથી 9300 રૂપિયા સસ્તું ટ્રેડ થઈ રહ્યું છે, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Gold-Silver Latest Rates, 16 September 2021: ગુરુવાર સવારે સોના અને ચાંદીના વાયદા બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સવારે 10:00 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું 0.15 ટકાના ઘટાડા સાથે 46,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનામાં (Gold Price Today) 71 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હતો. તો ચાંદીના વાયદામાં (Silver Price Today) આજે મજબૂતાઈ જોવા મળી રહી છે. MCX પર સિલ્વર 0.22 ટકા એટલે કે 138 રૂપિયાના ઉછાળા સાથે 63,431 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    સોનું તેના રેકોર્ડ હાઈથી 9300 રૂપિયા સસ્તું

    ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર એટલે કે 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. તેની સામે આજે MCX પર સોનું નબળાઈ સાથે 46,900ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જો ગોલ્ડને તેના રેકોર્ડ ભાવ સાથે સરખાવીએ તો અત્યારે સોનું 9300 રૂપિયાના નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, ગુરુવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 48,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 48,610 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 48,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,400 રૂપિયા છે.

    આ પણ વાંચો, માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, NFT એટલે શું? Cryptocurrencyની જેમ કઈ રીતે થઈ શકો છો માલામાલ?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: