Gold Silver Price Today: MCX પર સોના અને ચાંદીમાં તેજી, ફટાફટ ચેક કરો આજના ભાવ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર શુક્રવાર સવારે ગોલ્ડ અને સિલ્વર વાયદામાં તેજી જોવા મળી

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર શુક્રવાર સવારે ગોલ્ડ અને સિલ્વર વાયદામાં તેજી જોવા મળી

  • Share this:
    Gold Silver Price Today 12 August 2021: શુક્રવાર સવારે 9:50 વાગ્યે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) સોનું અને ચાંદી વાયદામાં તેજી જોવા મળી. MCX પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 62 રૂપિયાના વધારા સાથે 46,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.23 ટકાનો વધારો જોવા મળ્યો. MCX પર 144 રૂપિયાના ઉછાળા સાથે સિલ્વર વાયદો 46,425 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 0.13 ટકા વધારા સાથે 46,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં 62 રૂપિયાનો વધારો જોવા મળ્યો.

    ચાંદીનો ભાવ (Silver Price Today)

    આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.23 ટકાના વધારાની સાથે 62,004 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં શુક્રવાર સવારે 144 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 46,110 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 45,340 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 46,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Petrol-Diesel Price Today: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો 1 લીટરના રેટમાં આજે શું થયો ફેરફાર?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: