Gold silver Price Today: સાતમાં નોરતે સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો, છતા રેકોર્ડબ્રેક ભાવ કરતા 9059 રૂ. સસ્તું

દેશમાં સાતમા નોરકતે 12-10-2021ના રોજ વાયદા બજારમાં સોનાના ભાવમાં સહેજ ઉછાળો

Gold-Silver Rates 12 October: રેકોર્ડબ્રેક કિંમતોની સરખામણીએ આજે સોનાનો ભાવ 9059 રૂપિયા સસ્તો, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાના નવા ભાવ

  • Share this:
    Gold-Silver Latest Price, 12th October 2021: સપ્તાહના બીજા દિવસે અને આજે સાતમા નોરતે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મામૂલી વધારાનું વલણ જોવા મળ્યું છે. MCX પર સોમવાર સવારે 10 વાગ્યે સોનું વાયદો 0.19 ટકા વધારો અને ચાંદીમાં 00.2 ટકાનો વધારો જોવા મળ્યો છે છતાં સોનાની કિંમતમાં આ રેકોર્ડબ્રેક કિંમતની સામે તો કડાકો જ છે. ઓલ ટાઇમ હાઇ કિંમતો કરતા આજના ભાવમાં રૂપિયા 9059નો કડાકો જોવા મળ્યો છે.

    આજે મલ્ટીકૉમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર સોનાની ડિલિવરીના વાયદાના ભાવમાં 0.19 ટકાના વધારા સાથે 47, 141 રપિયા નવો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીમાં આજે 0.02 ટકાના મામૂલી વધારા સામે 60,963 રૂપિયાનો ભાવ ટ્રેડિંગમાં જોવા મળ્યો છે.

    રેકોર્ડ હાઈથી 9059 રૂપિયા સસ્તું સોનું

    વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 47,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9059 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવારે સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,080 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,700 રૂપિયા છે.

    આ પણ વાંચો :  Tata Groupના આ શેરે એક મહિનામાં 40 ટકા રિટર્ન આપ્યુ, બ્રોકરેજ હાઉસને વધુ તેજીની આશા

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Jay Mishra
    First published: