Gold Silver Price Today: સપ્તાહના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 9200 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Rates, 11 October: સોનું ઓલટાઇમ હાઇથી 9200 રૂપિયા નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જાણો આજના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Gold-Silver Latest Price, 11th October 2021: સપ્તાહના પહેલા દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. MCX પર સોમવાર સવારે 10 વાગ્યે સોનું વાયદો 0.21 ટકા એટલે કે 97 રૂપિયાના ઘટાડા સાથે 46,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદી વાયદો 0.10 ટકા એટલે કે 61 રૂપિયાના ઘટાડા સાથે 61,740 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર થઈ રહી છે.

    રેકોર્ડ હાઈથી 9200 રૂપિયા સસ્તું સોનું

    વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 46,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,080 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,700 રૂપિયા છે.

    આ પણ વાંચો, RBIએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર


    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: