સોનાની કિંમતમાં આવી જોરદાર તેજી, જાણો 10 ગ્રામનો ભાવ

News18 Gujarati
Updated: September 3, 2019, 6:42 PM IST
સોનાની કિંમતમાં આવી જોરદાર તેજી, જાણો 10 ગ્રામનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

મજબૂત વૈશ્વિક રૂખ અને સ્થાનિક જ્વેલર્સની લેવાલીને કારણે સોનામાં આ તેજી જોવા મળી હતી. ચાંદીની કિંમતમાં પણ આ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો.

  • Share this:
સોના અને ચાંદીની કિંમતમાં મંગળવારે મોટો ઉછાળો આવ્યો. ગ્લોબલ રેટ્સમાં રિકવરીના કારણે દિલ્હી સર્રાફા બજારમાં મંગળવારે સોનાની કિંમત 538 રૂપિયાનો વધારો થયો. હવે 10 ગ્રામ સોનાની કિંમત 38,987 રૂપિયા થઇ ગયા છે.

મજબૂત વૈશ્વિક રૂખ અને સ્થાનિક જ્વેલર્સની લેવાલીને કારણે સોનામાં આ તેજી જોવા મળી હતી. ચાંદીની કિંમતમાં પણ આ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો. તો ચાંદીની કિંમત 1,080 રૂપિયા વધી 47,960 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. ઔદ્યોગિક એકમ અને સિક્કા કારોબારીઓની માગ વધવાથી ચાંદીની કિંમતમાં આ ઉછાળો જોવા મળ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'હવા' માં ચાર્જ થઇ જશે તમારો સ્માર્ટફોન, આવી રહી છે નવી ટેક્નોલોજી

પ્રતિકાત્મક તસવીર


બજાર સૂત્રોના રિપોર્ટ પ્રમાણે સ્થાનિક આભુષણ કારોબારીઓ તરફથી નબળી માગ હતી, અન્યથા વૈશ્વિક બજારોએ સોનાની બજારમાં ઉછાળ અને અધિક થઇ શકે છે. વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ન્યૂયોર્કમાં સોનું 1,530 ડોલર પ્રતિ ઓંસ પર અને ચાંદી 18.50 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું.

HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે અમેરિકા અને ચીનમાં ટ્રેડ વોર વધવાથી સોનાની કિંમત વધી છે. અમેરિકાએ ચીન પર નવો ટેરિફ લગાવ્યો છે. જે 1 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહ્યો છે. તેનાથી ટ્રેડ વાર્તા પર અનિશ્ચિતતા વધી ગઇ છે. તેનો સપોર્ટ સોનાની કિંમતને મળ્યો. બીજુ કારણ રૂપિયામાં ડોલરના મુકાબલે રૂપિયામાં કમજોરી છે. મંગળવારે ભારતીય કરેન્સી 1 રૂપિયા નબળી થઇ 72.40 પ્રતિ ડોલર પર બંધ રહ્યો. આ 13 નવેમ્બર 2018 બાદ સૌથી મોટો ઘટાડો છે.તો નબળી જીડીપીમાં સુસ્તી અને નબળા મેન્યૂફેક્ચરિંગ આંકડાને કારણે શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઇકોનોમિક ક્રાઇસિસ વધવાથી અને ગ્લોબલ ટ્રેડ ટેન્શન વધવાને કારણે નિવેશકો ડરેલા છે અને સોનામાં રોકાણ વધ્યું છે.
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर