સોના-ચાંદીના ભાવમાં છ માસમાં આશરે 10,000 રૂપિયા સુધીનો ઘટાડો, જાણો ખરીદવાનો આ છે યોગ્ય સમય?

સોના-ચાંદીના ભાવમાં છ માસમાં આશરે 10,000 રૂપિયા સુધીનો ઘટાડો, જાણો ખરીદવાનો આ છે યોગ્ય સમય?
કોરોના સંકટ વચ્ચે ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200ની સપાટીએ પહોંચ્યો હતો.

કોરોના સંકટ વચ્ચે ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200ની સપાટીએ પહોંચ્યો હતો.

 • Share this:
  કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન, દરેક ક્ષેત્રમાં મંદીની સ્થિતિ હતી. આ સમય દરમિયાન, સોના અને ચાંદીના ભાવો (Gold & Silver Prices) દરરોજ ઊંચાને ઊંચા જતા હતા. લૉકડાઉનમાં ઢીલ આવ્યા પછી ઓગસ્ટ 2020માં સોના અને ચાંદીના ભાવ તેમના સર્વોચ્ચ સ્તર (All-Time High) પર હતા. આ પછી, જ્યારે પરિસ્થિતિમાં સુધારો થયો ત્યારે રોકાણકારોએ અન્ય વિકલ્પો તરફ જવાનું શરૂ કર્યું. હવે, કોરોનાવાયરસ રસી (Coronavirus Vaccine) આવવાના અને રસીકરણ અભિયાનની શરૂઆતની સાથે, બંને કિંમતી ધાતુઓની કિંમતો ભારે ઉપર નીચે થવા લાગી છે. ઓગસ્ટ 2020થી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 10,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ત્યારે ચાંદીમાં પણ તેની સર્વોચ્ચ સપાટીથી પ્રતિ કિલો આશરે 10,000 રૂપિયા જેટલો ઘટ્યો છે.

  છેલ્લા છ મહિનામાં સોના-ચાંદીની ઘટી કિંમતો  કોરોના સંકટ વચ્ચે ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200ની સપાટીએ પહોંચ્યો હતો. તેજ સમયે, આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ .77,840ની ટોચની સપાટીએ પહોંચી ગઈ. દિલ્હી સરફા બજારમાં સોનાનો ભાવ 13 ફેબ્રુઆરી 2021ના ​​રોજ 10 ગ્રામ દીઠ 46,390 રૂપિયા પર પહોંચ્યો હતો. તે જ સમયે, ચાંદી ઘટીને 67,894 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી સોનામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો ઓગસ્ટ 2020થી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ .9,810 અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ .9,946 નો ઘટાડો થયો છે. ગયા વર્ષે સોનામાં 28 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, 2019 માં પણ બેવડા અંકનો વધારો નોંધવામાં આવ્યો હતો.

  Share Market Today: સેન્સેક્સે પાર કર્યો 52 હજારનો આંકડો, નિફટીએ પણ તોડ્યો રેકોર્ડ

  કિંમતોનું ડોલર સાથે છે કનેક્શન

  13 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ સોનાનો ભાવ રૂ .457 ઘટીને 46,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે, ચાંદી રૂ .347 ઘટીને 67,894 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર પ્રતિ કિલો 68,241 રૂપિયા પર હતી, જ્યારે સોનું 661 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ 46,847 રૂપિયા પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,815 ડોલર પ્રતિ ઔસના સ્તર પર અને ચાંદી 26.96 ડોલર પ્રતિ ઔંસ પર હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું કે, ગોલ્ડની કિંમત ડોલર ઇન્ડેક્સ નબળા પડતાંની સાથે કારોબાર કરે છે.

  વસંત પંચમીમાં બની રહ્યાં છે બે ખાસ સંયોગ, માતા સરસ્વતીના આશિષ મેળવવા કરો આ રીતે પૂજા

  આયાત ડ્યુટીમાં જંગી ઘટાડાની જાહેરાત

  નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના-ચાંદી પરની આયાત ડ્યુટીમાં (Import Duty) જંગી ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો છે. હાલમાં સોના-ચાંદી પર 12.5 ટકા આયાત ડ્યૂટી ચૂકવવી પડશે. માત્ર, 5 ટકાની કપાત બાદ માત્ર7.5 ટકા આયાત ડ્યુટી આપવાની રહેશે. આ ઘોષણા પછીથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારોઘટાડો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, 1 ફેબ્રુઆરી 2021ના ​​રોજ સોનામાં રૂ .1324નો ઘટાડો થયો હતો અને તે 10 ગ્રામ દીઠ 47,520 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે ચાંદીમાં આશરે 461 રૂપિયાની વૃદ્ધિ જોવા મળી હતી અને તે કિલોદીઠ રૂ. 72,470 પર પહોંચી હતી.

  નિષ્ણાંતોની રોકાણ પર સલાહ

  જો પાછલા વર્ષોની તુલનાએ આ વર્ષે પણ સોનાનો વધારો થયો તો તે 10 ગ્રામ દીઠ રૂ. 60,000ની સપાટીને પાર કરી શકે છે. નિષ્ણાંતો કહે છે કે, જો અંદાજ સાચો રહ્યો તો હાલના ભાવે સોનાના રોકાણથી લોકોને મોટો ફાયદો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, 2020માં કોરોના કટોકટીના કારણે અનિશ્ચિત આર્થિક વાતાવરણને કારણે લોકોએ સૌથી સલામત રોકાણ વિકલ્પ તરીકે સોના પર ભારે રોકાણ કર્યું હતું અને તેની કિંમતોમાં વધારો થયો છે.  જોકે, કોરોના રસીના આગમન અને આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળાને કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 15, 2021, 11:26 am

  ટૉપ ન્યૂઝ