Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદીમાં ઘટાડાના સંકેત, જાણો કેટલું મોંઘું થયું ગોલ્ડ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં તેજી તો ચાંદીમાં ઘટાડાનો ટ્રેડ જોવા મળ્યો

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં તેજી તો ચાંદીમાં ઘટાડાનો ટ્રેડ જોવા મળ્યો

  • Share this:
    Gold Silver Price Today 16 August 2021: સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવાર સવારે 9:40 વાગ્યે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તો તેની સામે ચાંદી વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 53 રૂપિયાના વધારા સાથે 46,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 162 રૂપિયાના ઘટાડા સાથે સિલ્વર વાયદો 63,076 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    9,000 હજાર રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    સોનાની કિંમતોમાં ભલે આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે, પરંતુ લાંબી અવધિમાં સોનું 9,000 રૂપિયાથી પણ વધુ સસ્તું થઈ ચૂક્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યું હતું અને હાલ સોનું 46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચ્યું છે. એટલે કે સોનું હજુ પણ 9 હજાર રૂપિયાથી પણ વધુ સસ્તું મળી રહ્યું છે. વિશેષજ્ઞોના મત મુજબ, ગોલ્ડમાં હજુ પણ રોકાણ માટેની સારી તક છે.

    શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)?

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.11 ટકા વધારા સાથે 46,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં 53 રૂપિયાનો વધારો જોવા મળ્યો.

    ચાંદીનો ભાવ (Silver Price Today)

    આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.26 ટકાના ઘટાડાની સાથે 63,076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં સોમવાર સવારે 162 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 46,520 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, સોમવાર સવારે વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 45,770 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ


    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: