Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો, 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ, ચેક કરો લેટેસ્ટ રેટ

ભારતમાં સોનાના ઘરેણાંની ખરીદી વધુ જોવા મળે છે. (ફાઇલ તસવીર)

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં કેટલો થયો ઉતાર-ચઢાવ, જાણો એક ક્લિકમાં

  • Share this:
    Gold Silver Price Today 12 August 2021: ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત છેલ્લા 4 મહિનામાં સૌથી નીચલા સ્તર પર છે. આ સપ્તાહે સોનાના ભાવ (Gold Price Today)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડની ફ્યૂચર પ્રાઇઝ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં લગભગ 1.3 ટકા અને સિલ્વર 1.5 ટકાથી વધુ ઘટ્યા છે. ગુરૂવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું ઓક્ટોબર વાયદો 9:30 વાગ્યે 0.12 ટકા ઘટીને 46,344 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો.

    બીજી તરફ, સપ્ટેમ્બરની ચાંદી (Silver Price Today) વાયદો 0.36 ટકાના ઘટાડાની સાથે 62,544 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. નોંધનીય છે કે, સોનાની કિંમત પોતાના ઓલટાઇમ હાઇથી 10,000 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યું હતું અને હાલમાં સોનું બુલિયન માર્કેટમાં તે 46,344 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.

    ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો, રોઇટર્સના અહેવાલ મુજબ, 6 મે બાદ, 11 ઓગસ્ટે સોનાના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોનું 1,750.34 પ્રતિ ઔંસના ભાવે પહોંચી ગયું હતું.

    આજે સોનાની ખરીદી પર વિશેષજ્ઞોનો શું છે મત?

    મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, વિશેષજ્ઞોએ સોનું 46,150 રૂપિયાના ભાવે ખરીદવાની સલાહ આપી છે. જેમાં 45,880 રૂપિયાના સ્ટોપલેસને ધ્યાનમાં રાખવું જરૂરી છે. વિશેષજ્ઞોએ સોનામાં 46,660 રૂપિયાના ટાર્ગેટનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ, ચાંદીને 62,300ના ભાવે ખરીદવાની સલાહ આપી છે. જેમાં 61,800નો સ્ટોપલોસ સાથે 63,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)-
    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.02 ટકા વધારા સાથે 46,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં સામાન્ય 8 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today)- આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.32 ટકાના ઘટાડા બાદ 62,565 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં ગુરૂવાર સવારે 204 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Tata Motorsની શાનદાર ઓફર, માત્ર 4111 રૂપિયાના હપ્તે ઘરે લાવો આ શાનદાર કાર, મળશે ખાસ ફીચર્સ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: