Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીની ધમાકેદાર તેજીને આજે બ્રેક વાગી

Gold Silver Price Today: સોના ચાંદીની ધમાકેદાર તેજીને આજે બ્રેક વાગી

સોના ચાંદી ખરીદ ક્ષમતાથી ઘણું દૂર

Gold Silver Price Today 25th January: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.22 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 57,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.41 ટકા ઘટીને 68,260 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે. જોકે આજે સવારના કારોબારમાં સોનામાં ગઈકાલની તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહી છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.22 ટકાના ઘટાડા સાથે 57,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.41 ટકા ઘટીને 68,260 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે મંગળવારે પણ સોનામાં આજે ભારે તેજી જોવા મળી હતી અને સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી આગળ નીકળી ગયું હતું જોકે આજે પ્રમાણમાં થોડું ઘટ્યું છે.

    આ પણ વાંચોઃ આવી ગયા છે આજના Top 20 શેર્સ, જેમાં આજે કરી શકો દમદાર કમાણી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.22 ટકાના ઘટાડા સાથે 57,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.41 ટકાના ઘટાડા સાથે 68,260 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. જે બાદ 24 જાન્યુઆરી 2023ના રોજ સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 57,360 રૂપિયાની સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે આજે તેમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચોઃ આ બેંકો ટેક્સ સેવિંગ ડિપોઝિટ પર ઓફર કરી રહી છે 7.6 ટકા સુધીનો વ્યાજદર, અહીં જૂઓ લીસ્ટ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹53,450₹58,310
    Mumbai₹52,700₹57,490
    Delhi₹52,850₹57,650
    Kolkata₹52,700₹57,490
    Bangalore₹52,750₹57,550
    Hyderabad₹52,700₹57,490
    Kerala₹52,700₹57,490
    Pune₹52,700₹57,490
    Vadodara₹52,750₹57,550
    Ahmedabad₹52,750₹57,550
    Jaipur₹52,850₹57,650
    Lucknow₹52,850₹57,650
    Coimbatore₹53,450₹58,310
    Madurai₹53,450₹58,310
    Vijayawada₹52,700₹57,490
    Patna₹52,750₹57,550
    Nagpur₹52,700₹57,490
    Chandigarh₹52,850₹57,650
    Surat₹52,750₹57,550
    Bhubaneswar₹52,700₹57,490
    Mangalore₹52,750₹57,550
    Visakhapatnam₹52,700₹57,490
    Nashik₹52,730₹57,520
    Mysore₹52,750₹57,550

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ 'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन