Home /News /business /

Gold-Silver Price: સેન્સેક્સમાં કડાકા વચ્ચે સોના-ચાંદીમાં પણ ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold-Silver Price: સેન્સેક્સમાં કડાકા વચ્ચે સોના-ચાંદીમાં પણ ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver Rate Today 9 May, 2022: સવારે 10:50 વાગ્યે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર આજે જૂન વાયદાનું સોનું 0.04 ટકા અથવા 23 રૂપિયા ઘટીને 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં આજે કડાકો (Indian market crash) બોલી ગયો છે. સવારે 10:50 વાગ્યે સેન્સેક્સ (Sensex) 600 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો. ખરાબ વૈશ્વિક સંકેત વચ્ચે શેર બજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. બીજી તરફ સોના અને ચાંદીમાં પણ આજે નરમાઈ (Gold Silver price, 9 May 2022) જોવા મળી છે. એમસીએક્સ (MCX) પર આજે સોનું અને ચાંદી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. રેકોર્ડ કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો સોનું હાલ ઘણું સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    સવારે 10:50 વાગ્યે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર આજે જૂન વાયદાનું સોનું 0.04 ટકા અથવા 23 રૂપિયા ઘટીને 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. જુલાઈ વાયદાનું ચાંદી આજે 0.07 ટકા અથવા 43 રૂપિયા ઘટીને 62,505 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,320 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,880 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,730₹53,300
    મુંબઈ₹47,500₹51,810
    દિલ્હી₹47,500₹51,810
    કોલકાતા₹47,500₹51,810
    બેંગલુરુ₹47,500₹51,810
    હૈદરાબાદ₹47,500₹51,810
    કેરળ₹47,500₹51,810
    પુણે₹47,580₹51,890
    વડોદરા₹47,580₹51,890
    અમદાવાદ₹47,320₹51,540
    જયપુર₹47,650₹51,960
    લખનઉ₹47,650₹51,960
    કોઈમ્બતુર₹48,730₹53,300
    મદુરાઈ₹48,730₹53,300
    વિજયવાડા₹47,500₹51,810
    પટના₹47,580₹51,890
    નાગપુર₹47,580₹51,890
    ચંદીગઢ₹47,650₹51,960
    સુરત₹47,320₹51,540
    ભુવનેશ્વર₹47,500₹51,810
    મેંગલોર₹47,500₹51,810
    વિશાખાપટ્ટનમ₹47,500₹51,810
    નાશિક₹47,580₹51,890
    મૈસુર₹47,500₹51,810

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (9 મે) આ 20 શેરમાં કરો દમદાર કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: કેમ્પસ એક્ટિવવેરના આઈપીઓનું પ્રીમિયમ લિસ્ટિંગ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર