Gold Silver Price: મતગણતરી વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો આજે કેટલું સસ્તું થયું Gold
Gold Silver Price: મતગણતરી વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો આજે કેટલું સસ્તું થયું Gold
સોનાની કિંમત
Gold and Silver rate today 10March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,610 રૂપિયા જોવા મળ્યું હતું.
નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન આજે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. આજે 2:45 વાગ્યે MCX પર સોનું 0.26 ટકા અને ચાંદી 0.49 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે બહુ ઝડપથી સોનાની કિંમત 54,000 રૂપિયાના પાર થઈ શકે છે.
સોના ચાંદીની કિંમત (Gold Silver Price)
આજે મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ વાયદાના સોનાની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે 10 ગ્રામ સોનું 52,610 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 339 રૂપિયા ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું. 1 કિલોગ્રામ ચાંદી 69,236 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફિજિટલ ગોલ્ડ અને એમસીએક્સ ગોલ્ડની કિંમતમાં મોટો ફેરફાર જોવા મળે છે.
સામાન્ય રીતે બજારમાં સોનાનો ભાવ એમસીએક્સ કરતા વધારે હોય છે. કારણ કે બજારમાં વેચાતા સોના પર ટેક્સ અને માર્જિન ઉમેરવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક શહેરમાં પણ સોનાની કિંમત અલગ અલગ હોય છે. ibjarates.com પ્રમાણે આજે 3:00 વાગ્યે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 52,230 રૂપિયા અને 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 68,837 રૂપિયા જોવા મળી હતી.
સોનાની રેકોર્ડ કિંમત (Gold record price)
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,610 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,590 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
શહેર
22 કેરેટ
24 કેરેટ
ચેન્નાઇ
₹49,100
₹53,560
મુંબઈ
₹48,200
₹52,580
દિલ્હી
₹48,200
₹52,580
કોલકાતા
₹48,200
₹52,580
બેંગલુરુ
₹48,200
₹52,580
હૈદરાબાદ
₹48,200
₹52,580
કેરળ
₹48,200
₹52,580
પુણે
₹48,250
₹52,630
વડોદરા
₹48,280
₹52,660
અમદાવાદ
₹48,240
₹52,620
જયપુર
₹48,350
₹52,730
લખનઉ
₹48,350
₹52,730
કોઈમ્બતુર
₹49,100
₹53,560
મદુરાઈ
₹49,100
₹53,560
વિજયવાડા
₹48,200
₹52,580
પટના
₹48,250
₹52,630
નાગપુર
₹48,280
₹52,630
ચંદીગઢ
₹48,350
₹52,730
સુરત
₹48,240
₹52,620
ભુવનેશ્વર
₹48,200
₹52,580
મેંગલોર
₹48,200
₹52,580
વિશાખાપટ્ટનમ
₹48,200
₹52,580
નાશિક
₹48,250
₹52,630
મૈસુર
₹48,200
₹52,580
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર