Home /News /business /

Gold price today: બજેટ બાદ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold price today: બજેટ બાદ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today, 3 February 2022: ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. આજે MCX પર એપ્રિલ વાયદા સોનું પ્રતિ 10 ગ્રામ 48,030 રૂપિયા છે. એનો મતલબ એવો થાય કે હાલ સોનું 8,170 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈ. Gold Price Today, 3 February 2022: આજે ગુરુવારે સોના અને ચાંદીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો (Gold Silver price down) જોવા મળ્યો છે. બજેટ (Budget 2022) બાદ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે 09:33 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત (Silver price today)માં 0.23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાની કિંમતમાં 0.11 ટકાનો ઘટાડો (Gold price today) જોવા મળ્યો હતો. ચાંદી આજે 61,300 રૂપિયા ઉપર અને સોનું 48,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, સોનું હજુ તેની સર્વોચ્ચ સપાટીથી ખૂબ ઓછી કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Price Today)

    એમસીએક્સ પર સવારે ચાંદી 0.23 ટકા એટલે કે 141 રૂપિયા ઘટીને 61362.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 48030.00 રૂપિયા જોવા મળી હતી. સોનાની કિંમતમાં આજે 54.00 રૂપિયા એટલે કે 0.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    2020માં 56 હજારને પાર ગયું હતું સોનું (Gold all time high)

    ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. આજે MCX પર એપ્રિલ વાયદા સોનું પ્રતિ 10 ગ્રામ 48,030 રૂપિયા છે. એનો મતલબ એવો થાય કે હાલ સોનું 8,170 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,360₹49,490
    Mumbai₹45,500₹49,650
    Delhi₹45,100₹49,050
    Kolkata₹44,910₹49,000
    Bangalore₹45,100₹49,200
    Hyderabad₹45,100₹49,200
    Kerala₹45,100₹49,200
    Pune₹44,950₹49,000
    Vadodara₹44,910₹49,000
    Ahmedabad₹44,950₹49,000
    Jaipur₹45,050₹48,820
    Lucknow₹45,610₹48,520
    Coimbatore₹45,360₹49,490
    Madurai₹45,360₹49,490
    Vijayawada₹45,100₹49,200
    Patna₹44,950₹49,000
    Nagpur₹45,500₹49,650
    Chandigarh₹45,610₹48,520
    Surat₹44,950₹49,000
    Bhubaneswar₹44,910₹49,050
    Mangalore₹45,100₹49,200
    Visakhapatnam₹45,100₹49,200
    Nashik₹44,950₹49,000
    Mysore₹45,100₹49,200

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: Chemical Stock: આ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં તેજીની આશા, જાણો બ્રોકરેજ હાઉસે કેટલો ટાર્ગેટ આપ્યો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन