Gold-Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડાનું વલણ, ચાંદીના ભાવ 60 હજારથી નીચે, જાણો આજના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Gold-Silver Rates, 01 October: સોનું 9700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો

  • Share this:
    Gold-Silver Rates, 01 October 2021: સોના અને ચાંદીના ભાવમાં હાલના સમયમાં જોરદાર ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. એવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર આજે ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાના ભાવમાં (Gold Price Today) 0.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 0.19 ટકા ઘટાડાની સાથે કારોબાર કરી રહી છે.

    જાણો સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price)

    ડિસેમ્બર ડિલીવરીવાળા ગોલ્ડની કિંમત આજે 0.05 ટકાના ઘટાડાની સાથે 46,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, આજના કારોબારમાં ચાંદી 0.19 ટકા ફસડાઈ છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 59,504 રૂપિયા છે.

    રેકોર્ડ હાઈથી 9,700 રૂપિયા સસ્તું થયું સોનું

    વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,700 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,600 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 59,500 રૂપિયા છે.

    આ પણ વાંચો, LPG Cylinder New Prices: 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા રેટ્સ

    મિસ્ડ કોલ કરીને  જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની વેકન્સી, ધોરણ-10 પાસ કરો અરજી

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: