અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?
ગ્રાફિક્સ

ડોલરમાં નબળાઈ, અમેરિકામાં રાહત પેકેજને લઈ અનિશ્ચિતતા અને અમેરિકન અર્થવ્યવસ્થામાં અનિસ્ચિતતાના કારણે ધાતુમાં તેજી જોવા મળી રહી છે.

 • Share this:
  અમદાવાદઃ સપ્તાહ દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીની બે તરફી ચાલ જોવા મળી હતી. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં પણ બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સપ્તાહના અંતમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver weekly report) સુધારો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ચાલની વાત કરીએ તો સપ્તાહના અંતે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price) 1300 રૂપિાય અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price) 600 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. જ્યારે ઓક્ટોબર મહિનાના 10 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 3000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

  સપ્તાહ દરમિયાન ચાંદીમાં 1300 રૂપિયાનો ઉછાળો


  અમદાવાદ બુલિયન માર્કેટમાં સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો વધારો નોંધાયો હતો. એટલે કે સપ્તાહના પહેલા દિવસ ચાંદીનો ભાવ 61,200 રૂપિયા પ્રતિ કિલો હતો અને સપ્તાહના છેલ્લા દિવસે શનિવારે 62,500ની સપાટીએ બંધ રહી હતી. આ ઉપરાંત સપ્તાહ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. સોમવારે સોનાનો ભાવ 52,100 રૂપિયાના સ્તરે રહ્યો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે 52,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

  10 દિવસમાં ચાંદીમાં રૂ.3000 અને સોનામાં રૂ.700નો સુધારો
  અમદાવાદ ઝેવરી બજારમાં ઓક્ટોબર મહિનાના પહેલા દસ દિવસમાં સોના-ચાંદીની ચાલની જો વાત કરીએ તો 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે એક કિલો ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. 1 ઓક્ટોબરે ચાંદીનો ભાવ 59,500 રૂપિયા રહ્યો હતો. જ્યારે 10 ઓક્ટોબરે એક કિલો ચાંદીનો ભાવ 62,500 રૂપિયાના લેવલે રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  આ ઉપરાંત અમદાવાદમાં 10 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવામાં 700 રૂપિયાનો નજીવો સુધારો નોંધાયો હતો. 1 ઓક્ટોબરના દિવસ 52,000 રૂપિયાના ભાવે રહ્યું હતું. જે 10 ઓક્ટોબરે 10 ગ્રામ સોનાનો ભાવ 52,700 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

  સોમવારથી 7મી વાર ખુલશે સોવરેન ગોલ્ડ બોન્ડ
  સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સરકાર તમને ફરી એકવાર સસ્તા સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme) યોજના હેઠળ સરકાર સાતમી (Buy Gold with Modi Govt scheme) સિરીઝ જાહેર કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. જેમાં તારીખ 20 ઓક્ટોબર છે. રિઝર્વ બેંકની સંમતિ પછી, રોકાણકારો કે જેઓ સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (Sovereign Gold Bond) ઑનલાઇન ખરીદશે તેમને 50 રૂપિયાની છૂટ મળશે. જોકે.

  આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માતઃ રિવર્સ ગિયરમાં કાર ચાલું થતા લાગ્યો જોરદાર ઝાટકો, ઝાડ અને કારના દરવાજા વચ્ચે ફસાતા મહિલાનું મોત

  દિવાળી-ધનતેરસ પર કેવા રહી શકે છે ભાવ
  નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.

  દિવાળી સુધીમાં શું થશે?
  નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ .50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.
  Published by:ankit patel
  First published:October 11, 2020, 11:17 am

  टॉप स्टोरीज