અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

News18 Gujarati
Updated: October 25, 2020, 10:05 AM IST
અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે
સોના-ચાંદીની સાપ્તાહિક ચાલ

ઓક્ટોબર મહિનાના 25 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 3000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

  • Share this:
અમદાવાદઃ સપ્તાહ દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીની બે તરફી ચાલ જોવા મળી હતી. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં પણ બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહના અંતે સુધારો નોંધાયો હતો. જોકે, બીજા સપ્તાહના અંતમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver weekly report) ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓક્ટોબર મહિનાના 25 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 3000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ચાલની વાત કરીએ તો સપ્તાહના અંતે એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં એક કિલો ચાંદીનો ભાવ 62,500 રૂપિયાએ સ્થિર રહ્યો હતો. અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price) 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં 25 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 3000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

ઓક્ટોબરના ત્રીજા સપ્તહામાં ચાંદી સ્થિર અને સોનામાં સુધારો

અમદાવાદ બુલિયન માર્કેટમાં ઓક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહમાં એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં એક કિલો ચાંદી 62,500 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી. સપ્તાહની શરુઆતમાં સોમવારે 19 ઓક્ટોબરે ચાંદી 62,500 રૂપિયાએ રહી હતી જે શનિવારે સપ્તાહના અંતે 62,500 રૂપિયા ભાવે જ બંધ રહી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ

ઓક્ટોબરના પહેલા સપ્તહામાં ચાંદીમાં રૂ.1300 અને બીજા સપ્તાહમાં રૂ.1500નો ઉછાળોઅમદાવાદ બુલિયન માર્કેટમાં બીજા સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈ

25 દિવસમાં ચાંદીમાં રૂ.3000 અને સોનામાં રૂ.800નો સુધારો
અમદાવાદ ઝેવરી બજારમાં ઓક્ટોબર મહિનાના પહેલા દસ દિવસમાં સોના-ચાંદીની ચાલની જો વાત કરીએ તો 1 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે એક કિલો ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. 1 ઓક્ટોબરે ચાંદીનો ભાવ 59,500 રૂપિયા રહ્યો હતો. જ્યારે 24 ઓક્ટોબરે એક કિલો ચાંદીનો ભાવ 62,500 રૂપિયાના લેવલે રહ્યો હતો. 1 ઓક્ટોબરે 10 ગ્રામ સોનાનો ભાવ 52,000 રૂપિયા રહ્યો હતો. જ્યારે 24 ઓક્ટોબરે 52,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. આમ 25 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો સુધારો થયો હતો.

આ પણ વાંચોઃ-લાંબી દાઢી રાખવાના કારણે મુસ્લિમ PSI થયા સસ્પેન્ડ, ક્લિન સેવ કરતા ફરીથી નોકરી પર લેવાયા

દિવાળી-ધનતેરસ પર કેવા રહી શકે છે ભાવ
નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.



દિવાળી સુધીમાં શું થશે?
નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ .50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.
Published by: ankit patel
First published: October 25, 2020, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading