અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

News18 Gujarati
Updated: October 18, 2020, 10:48 AM IST
અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?
ગ્રાફિક

ઓક્ટોબર મહિનાના 17 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 2000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

  • Share this:
અમદાવાદઃ સપ્તાહ દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીની બે તરફી ચાલ જોવા મળી હતી. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં પણ બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહના અંતે સુધારો નોંધાયો હતો. જોકે, બીજા સપ્તાહના અંતમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver weekly report) ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓક્ટોબર મહિનાના 17 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 2000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ચાલની વાત કરીએ તો સપ્તાહના અંતે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price) 1500 રૂપિાય અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price) 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં 17 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 2000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

ઓક્ટોબરના બીજા સપ્તહામાં ચાંદીમાં 1500 રૂપિયાનો કડાકો

અમદાવાદ બુલિયન માર્કેટમાં ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે સપ્તાહના પહેલા દિવસ એટલે કે 12 ઓક્ટોબરે ચાંદીનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ કિલો હતો અને સપ્તાહના છેલ્લા દિવસે 17 ઓક્ટોબર શનિવારે 61,500ની સપાટીએ બંધ રહી હતી. આ ઉપરાંત બીજા સપ્તાહના દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સોનાનો ભાવ 52,700 રૂપિયાના સ્તરે રહ્યો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે 52,500 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

ઓક્ટોબરના પહેલા સપ્તહામાં ચાંદીમાં 1300 રૂપિયાનો ઉછાળોઅમદાવાદ બુલિયન માર્કેટમાં સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો વધારો નોંધાયો હતો. એટલે કે સપ્તાહના પહેલા દિવસ ચાંદીનો ભાવ 61,200 રૂપિયા પ્રતિ કિલો હતો અને સપ્તાહના છેલ્લા દિવસે શનિવારે 62,500ની સપાટીએ બંધ રહી હતી. આ ઉપરાંત સપ્તાહ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. સોમવારે સોનાનો ભાવ 52,100 રૂપિયાના સ્તરે રહ્યો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે 52,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ સૈયદપુરામાં યુવાન બિલ્ડર આપઘાત કોશિશ કેસમાં માથાભારે બાપ્ટીની ધરપકડ, રૂ. 45 લાખની માંગી હતી ખંડણી

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો નિમિત્તે વેપારીઓ અને ફેરિયાઓ માટે AMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, પાળવા પાડશે આ નવા નિયમો

17 દિવસમાં ચાંદીમાં રૂ.2000 અને સોનામાં રૂ.500નો સુધારો
અમદાવાદ ઝેવરી બજારમાં ઓક્ટોબર મહિનાના પહેલા દસ દિવસમાં સોના-ચાંદીની ચાલની જો વાત કરીએ તો 1 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. 1 ઓક્ટોબરે ચાંદીનો ભાવ 59,500 રૂપિયા રહ્યો હતો. જ્યારે 17 ઓક્ટોબરે એક કિલો ચાંદીનો ભાવ 61,500 રૂપિયાના લેવલે રહ્યો હતો.

દિવાળી-ધનતેરસ પર કેવા રહી શકે છે ભાવ
નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.દિવાળી સુધીમાં શું થશે?
નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ .50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.
Published by: ankit patel
First published: October 18, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading