અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાને લાગી બ્રેક, સોના-ચાંદીના ભાવમાં થયો સુધારો, જાણો આજના નવા ભાવ

News18 Gujarati
Updated: September 25, 2020, 6:32 PM IST
અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાને લાગી બ્રેક, સોના-ચાંદીના ભાવમાં થયો સુધારો, જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

હાલમાં સોનાના ભાવ પર સૌથી વધુ અમેરિકાની કરન્સી ડૉલરની અસર જોવા મળી રહી છે. આ સપ્તાહ અમેરિકન કરન્સી ડૉલરમાં મજૂબતી જોવા મળી છે.

  • Share this:
અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાના બાદ આજે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં સધારો આવ્યો હતો. ચાર દિવસમાં સોનાના ભાવમાં 2500 રૂપિયા અને ચાંદીના બાવમાં 8500 રૂપિાયનો કડાકો બોલાયા બાદ આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 300 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે, વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાને બ્રેક લાગતા તેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં જોવા મળી હતી.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Ahmedabad)
અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં સતત ચાર દિવસના ઘટાડા ઉપર બ્રેક લાગી હતી. આજે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 57,500 રૂપિયા અને ચાંદી રુપું 57,300 રૂપિયાના ભાવે રહી હતી. જોકે, ગુરુવારે એક કિલો ચાંદીમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસાનો ભાવ 57,000 રૂપિયા અને ચાંદી રુપુ 56,800 રૂપિયાના ભાવે રહી હતી.

આ ઉપરાંત અમદાવાદમાં આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. જોકે, ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)નો ભાવ 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5)નો ભાવ 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

આ પણ વાંચોઃ-નાના ભાઈની બે પત્નીઓએ ખેલ્યો ખૂની ખેલ, પાવડાના ફટકા મારીને જેઠને ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ચોંકાવનારું

દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in delhi)દિલ્હી સરાફા બજારમાં શુક્રવારે 24 કેરેટ સોનામાં 314 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈને 50,136 રૂપિયા અને માત્ર 24 રૂપિયાનો સુધારો થઈને 49,846ની સપાટીએ બંધ રહી હતી. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 1006 રૂપિયાના વધારા સાથે 57,477 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! ભુવાએ પાંચ મહિલાઓને ડાકણ ગણાવી, ગામની પંચાયતે મળ-મૂત્ર પીવડાવવાની ફટકારી સજા

દુનિયાભરમાં સોનું ખરીદવાના મામલે ભારત બીજા સ્થાને છે. સોનાની સૌથી વધુ ખપત ચીનમાં થાય છે. વાયદા બજારમાં પણ ઓક્ટોબર માટે માટે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તે 0.45 ટકા ગબડીને 49,293 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. ગત ચાર દિવસમાં સોનાના ભાવમાં લગભગ 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબ

ડૉલરની મજબૂતીની અસર - ગત મહિને જ સોનાનો ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આ દરમિયાન હાલના ઘટાડાથી અલગ મોટાભાગના એનાલિસ્ટ તથા ટ્રેડર્સ સોનાના ભાવને લઈ હજુ પણ આશાવાદી દેખાઈ રહ્યા છે. હાલમાં સોનાના ભાવ પર સૌથી વધુ અમેરિકાની કરન્સી ડૉલરની અસર જોવા મળી રહી છે. આ સપ્તાહ અમેરિકન કરન્સી ડૉલરમાં મજૂબતી જોવા મળી છે.

વ્યાજ દરોએ ખેલ બગાડ્યો - જાણકારોનું કહેવું છે કે વિકસિત દેશોમાં વ્યાજ દરો શૂન્યની નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય બેન્કોએ પણ સંકેત આપ્યા છે કે લાંબા સમય સુધી વ્યાજ દરો આવા જ રહેશે. સામાન્ય રીતે વ્યાજ દરોની અસર સોનાના ભાવ પર પડે છે. એવામાં હવે આશા રાખવામાં આવી રહી છે કે વ્યાજ દરો શૂન્યની નજીક હોવાથી મોટાભાગના લોકો સુરક્ષિત રોકાણ ગોલ્ડમાં પૈસા લગાવવાનો વિકલ્પ પસંદ કરે છે. તેનાથી ભાવમાં તેજી આવવાનું અનુમાન છે.

અમેરિકામાં વધતી બેરોજગારીથી Goldને મળશે સપોર્ટ - અમેરિકામાં સાપ્તાહિક બેરોજગારી આંકડાથી જાણવા મળે છે કે ઓગસ્ટના અંત સુધી લગભગ 3 કરોડ અમેરિકાના લોકો બેરોજગારી ભથ્થાનો લાભ લઈ રહ્યા છે. ત્યારબાદ હવે એવી પણ આશા વધી છે કે ફેડ રિઝર્વ અને અમેરિકન સરકાર આગળ પણ પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી શકે છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય. જાણકારો કહે છે કે કેન્દ્રીય બેન્ક હજુ પણ અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી વધારશે. સોનાના ભાવ માટે સકારાત્મક પગલું હશે.
Published by: ankit patel
First published: September 25, 2020, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading