અમદાવાદઃ સોના-ચાંદીની નવી કિંમતો જાહેર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ સોના-ચાંદીની નવી કિંમતો જાહેર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક સ્તરે અનિશ્વિતતાના પગલે રોકાણકારો સોના-ચાંદી તરફ વળ્યા છે. જેના પગલે સોના-ચાંદીના ભાવમાં સુધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે.

 • Share this:
  અમદાવાદઃ વૈશ્વિક સ્તરે અનિશ્વિતતાના પગલે રોકાણકારો સોના-ચાંદી તરફ વળ્યા છે. જેના પગલે સોના-ચાંદીના ભાવમાં સુધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે. જોકે, આજે શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોના-ચાંદીના ભાવ (GoldSilver Price today) સ્થિર રહ્યા હતા. જોકે, શુક્રવારે અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિાયનો સુધારો આવ્યો હતો. જ્યારે દિલ્હી બજારમાં શુક્રવારે બંને કિંમતી ધાતુઓમાં વધારો નોંધાયો હતો.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 19 September 2020) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં એક કિલો ચાંદી ચોરસા 65,500 અને ચાંદી રૂપું 65,300 રૂપિાયની સપાટીએ રહી હતી.

  આ ઉપરાંત આજે શનિવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 19 September 2020) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,300 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 52,430 રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર

  આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈ

  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
  વૈશ્વિક બુલિયન માર્કેટમાં ગઈ કાલ શુક્રવારે સોનાના નવા ભાવ 1954 રૂપિયા પ્રતિ ઔંસના સ્તરે રહ્યા હતા. જ્યારે ચાંદીના નવા ભાવ 27.13 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે ચીન બાદ ભારત સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ભારતમાં સોના ઉપર 12.5 ટકા આયાત શુલ્ક અને ત્રણ ટકા જીએસટી લગાવ્યો છે. ભારતમાં આ વર્ષેનાની કિંમતોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ભારતમાં સોનાની આયાત ઓગસ્ટમાં 3.7 ટકા અરબ ડોલરની થઈ હતી. જે ગત વર્ષે આ જ મહિનામાં 1.36 અરબ ડોલર થઈ હતી.
  Published by:ankit patel
  First published:September 19, 2020, 18:53 pm

  ટૉપ ન્યૂઝ