અમદાવાદઃ સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં બોલાયો જોરદાર કડાકો, જાણો આજના નવા ભાવ

News18 Gujarati
Updated: September 23, 2020, 7:23 PM IST
અમદાવાદઃ સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં બોલાયો જોરદાર કડાકો, જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ ફરી હુમલાની આશંકાના પગલે રોકાણકારોએ અમેરિકન ડોલરમાં સુરક્ષિત રોકાણ કરવાનું શરુ કરી દીધું હોવાના કારણે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસ (coronavirus) ફરી હુમલાની આશંકાના પગલે રોકાણકારોએ અમેરિકન ડોલરમાં સુરક્ષિત રોકાણ કરવાનું શરુ કરી દીધું હોવાના કારણે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો હતો. અમેરિકન ડોલરમાં આવેલા તેજી તરફી વલણના પગલે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો.

અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 750 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ બે દિવસમાં ચાંદીમાં 5500 રૂપિયા અને સોનાના ભાવમાં 1350 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Ahmedabad)

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 23 September 2020) સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 58,500 રૂપિયા અને ચાંદી રુપું 58,300 રૂપિયાના સ્તરે રહી હતી. મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 60,000 રૂપિયા અને ચાંદી રૂંપુનો ભાવ 59,800 રૂપિયાના સ્તરે રહ્યો હતો.

આ પણ વાંચોઃ-corona વેક્સીન મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, WHO ચીફનું મોટું નિવેદન

આ ઉપરાંત અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,750 અને સોનું તેજાબી (99.5) 51,550 રૂપિયાના સ્તરે રહ્યા છે. આ પહેલા મંગળવારે સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આજે બુધવારે હોલમાર્ક દાગીનાનો ભાવ 390 રૂપિયાનો ઘટાડો થતાં 50,715 રૂપિયાના સ્તરે રહ્યા હતા.આ પણ વાંચોઃ-દ્રોપદી'ના કારણે પતિએ ખેલ્યો ખૂની ખેલ, સાસરીમાં જઈ સસરા અને સાળીની કરી હત્યા, પત્નીની હાલત ગંભીર

MCX પર ઓક્ટોબર સોનું વાયદો 0.4% ઘટીને 50,180 પ્રતિ 10 ગ્રામ પર જ્યારે ચાંદી વાયદો 1.6% ઘટીને 60,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા. આ સપ્તાહ દુનિયાભરમાં કિંમતી ધાતુના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું

સોનું 6000 રૂપિયા સુધી સસ્તું થયું : ગત મહિનાની રેકોર્ડ ઊંચાઈથી સોનાનો ભાવ હજુ પણ લગભગ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે છે. 7 ઓગસ્ટે MCX પર સોનાનો ભાવ 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયો હતો. બીજી તરફ બુલિયન માર્કેટમાં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચ્યો હતો. તે હાલમાં 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે હિસાબથી 99.9 ટકાવાળા શુદ્ધ સોનાનો ભાવ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઓછો થઈ ગયો છે.

વિદેશી બજારોમાં પણ સોનું થયું સસ્તું : આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સપોર્ટ પ્રાઇસ એટલે કે હાજર બજારમાં આજે ભાવ ઘટીને 1900 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.

સોનાનો ભાવ આ કારણે ઘટી રહ્યો છે : અમેરિકન ડૉલરમાં તેજીનું વલણ છે. ડૉલર સૂચકાંક અન્ય કરન્સીના મુકાબલે આઠ સપ્તાહના શિખર પર પહોંચી ગયો. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોના વાયરસ સંક્રમણનો બીજો વેવ આવવાની આશંકાને કારણે રોકાણકારોએ ડૉલરમાં હવે સેફ ઇન્વેસ્ટમેન્ટ ખરીદી શરૂ કરી દીધી છે. તેથી અમેરિકન ડૉલરમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે.
Published by: ankit patel
First published: September 23, 2020, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading