અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં બોલાયો જોરદાર કડાકો, જાણો આજના નવા ભાવ

પ્રતિકાત્મક તસવીર

શેર બજારમાં ઘટાડો થયા બાદ રૂપિયો સોમવારે અમેરિકી ડોલર પ્રમાણે સાત પૈસા વધીને 73.38ના સ્તરે બંધ થયો હતો.

 • Share this:
  અમદાવાદઃ આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં (Silver Price today) 1500 રૂપિયા અને સોનાના ભાવમાં 400 રૂપિાયનો (Gold Price today)તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના બાવમાં 326 રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવમાં 945 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Ahmedabad)
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 21 September 2020) આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસના 64,000 રૂપિયા અને ચાંદી રુંપુ 63,800 રૂપિયાના સ્તરે રહ્યા હતા. જે શનિવારે અનુક્રમે 65,500 રૂપિયા અને 65,300 રૂપિયાની સપાટીએ રહ્યા હતા.

  આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price on 21 September 2020) 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,900 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાના ભાવમાં 390 રૂપિયાનો ઘટાડો થતાં હોલમાર્ક દાગીના 52,040 રૂપિયાના ભાવે રહ્યા હતાં.

  આ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Delhi)
  HDFC સિક્યુરિટી પ્રમાણે દિલ્હી બજારમાં સોનાના ભાવમાં આજે 326 રૂપિયાનો વધારો થતાં 52,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. શુક્રવારે સોનાના ભાવમાં 224 રૂપિયા વધીને 52,672 રૂપિયા ઉપર બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના

  આ ઉપરાંત દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં 945 રૂપિયાનો ઘટાડો થતાં 68,289 રૂપિયાના સ્તરે રહ્યો હતો. શુક્રવારે ચાંદીના ભાવમાં 620 રૂપિયાની તેજી આવતાં 69,841 રૂપિયાના લેવલે રહી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

  આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીનો ભાવ
  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાનો નવો ભાવ 1954 ડોલર પ્રતિ ઔંસના સ્તરે રહ્યો હતો. અને ચાંદીનો નવો ભાવ 27.13 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

  આ કારણે ઘટી કિંમતી ધાતુઓની કિંમતો
  એચડીએફસી સિક્યુરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે સોનાની કિંમતોમાં ડોલરની રિકવરીના દબાણમાં કારોબાર થયો છે. સ્થાનિક શેર બજારમાં ઘટાડો થયા બાદ રૂપિયો સોમવારે અમેરિકી ડોલર પ્રમાણે સાત પૈસા વધીને 73.38ના સ્તરે બંધ થયો હતો. છ પ્રમુખ મુદ્રાઓની તુલનાએ અમેરિકી ડોલરની સ્થિતિ દર્શાવનારા ડોલર સૂચકાંક 0.29 ટકા વધીને 93.19 ઉપર પહોંચ્યો હતો.
  Published by:ankit patel
  First published: