અમદાવાદઃ ડોલર સામે રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ?

અમદાવાદઃ ડોલર સામે રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ?
પ્રતિકાત્મક તસવીર

અમેરિકી બજારોમાં કારોબારની અનુપસ્થિતિ વચ્ચે ઘરેલું બજારમાં સોનાનું ટ્રેડિંગ સંકુચિત દાયરામાં જોવા મળ્યું હતું.

 • Share this:
  અમદાવાદઃ ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં (Indian Rupee) તેજી આવ્યા બાદ આજે સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉજાળો જોવા મળ્યો. સોનાના ભાવ પાછળ દિલ્હી બજારમાં ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ ઝવેરી બજારમાં એક ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) કોઈ ફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિતર રહ્યો હતો.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)


  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે (Silver Price on 07 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,300 રૂપિયા રહી હતી. શનિવારે ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત આજે સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 07 September 2020) કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Delhi Gold-Silver price)
  દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 258 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. આમ નવા ભાવ પ્રમાણે સોનું 51,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યું હતું. આ પહેલા સોનાનો ભાવ 51,619 રૂપિયા પ્રિત 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-Photos: સુરતમાં ત્રણ મહિનાથી પતરાના ટીન સાથે ફરતા શ્વાનને 3 કલાકની ભારે જેહમત બાદ મળી મુક્તિ

  આ ઉપરાંત દિલ્હી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 837 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 69,448 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે રહ્યો હતો. જે પહેલા 68,611 રૂપિાય પ્રતિ એક કિલોગ્રામ હતો.

  આ પણ વાંચોઃ-હળવદઃ ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, રૂ. 26.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારી ઝડપાયા

  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનો ભાવ
  આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોમવારે સોનાનો ભાવ 1932 ડોલર પ્રતિ ઔસના સ્તરે અને ચાંદીનો ભાવ 26.93 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-બેંગકોકના વેપારીની સુરતના હીરા વેપારી સાથે રૂ. 40 લાખની ઠગાઈ, પત્નીએ ભજવી મહત્વની ભૂમિકા

  જાણકારોનું શું કહેવું છે?
  HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોટિડી) તપન પટેલનું કહેવું છે કે, અમેરિકી બજારોમાં કારોબારની અનુપસ્થિતિ વચ્ચે ઘરેલું બજારમાં સોનાનું ટ્રેડિંગ સંકુચિત દાયરામાં જોવા મળ્યું હતું.

  મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસેઝના વાઈસ પ્રેસીડેન્ટ (કોમોડિટી રિસર્ચ) નવનીત દમાનીના જણાવ્યા પ્રમાણે એશિયાઈ બજારોમાં સોમવારે સપાટ કારોબાર રહ્યો હોત. લેબર ડેની છુટ્ટીના ઉપલક્ષ્યમાં અમેરિકી બજાર બંધ રહ્યા હતા. જેના કારણે સોનાના ભાવમાં આજે ઉતાર-ચઢાવ જોવા મળ્યો ન હતો.

  BIS App થકી ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરો
  હવે ગ્રાહકો બીઆઈએસ એપ થકી સામાનની સત્યતાની તપાસ કરી શકશે. સામાન સાથે સંકળાયેલી કોઈપણ ફરિયાદ, લાઈસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્કની સત્યતાની તપાસ હવે બીઆઈએસ એપ થકી કરાશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ગત મહિને બીઆઈએસ કેયર એપ લોન્ચ કરી હતી. જો સામાનનું લાઈસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો મળે તો ગ્રાહક આની ફરિયાદ આ એપમાં તરત જ કરી શકે છે. આ એપ થકી ગ્રાહકને ફરિયાદ નોંધ્યાની જાણકારી પણ મળી જશે.
  Published by:ankit patel
  First published:September 07, 2020, 19:12 pm