Home /News /business /

અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો, જાણો આજના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો, જાણો આજના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

પ્રતિકાત્મક તસવીર

સોનાની કિંમતો પોતાના રેકોર્ડ સ્તરથી ઘટીને 50,000 રૂપિયાના સ્તર ઉપર આવી ગયું છે. આવનારા દિવસોમાં એક દાયરામાં રહી શકે છે. દિવાળી સુધી સોનાની કિંમતોમાં મોટી તેજી અથવા મોટા ઘટાડાના અણસાર નથી.

    અમદાવાદઃ અમેરિકામાં રાહત પેકેજ પર વાત ન બનતા વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver price today) ઘટાડો થયો હતો. જેની અસર ભારતીય બજારોમા જોવા મળી હતી. અમદાવાદ બુલિયમ માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં શરુઆતી તબક્કે ચાંદી 2500 રૂપિયા (Silver price today) પ્રતિ કિલોગ્રામ સસ્તી થઇ છે. નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ (Gold price today) આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.

    અમદાવાદ ચાંદીનો ભાવ (Silver price in Ahmedabad)
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 7th october 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો કડાકો બોલાતા એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 59,500 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 59,300 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

    અમદાવાદ સોનાનો ભાવ (Gold price in Ahmedabad)
    આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price on 7th october 2020) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. હોલમાર્ક દાગીનાના ભાવમાં 490 રૂપિયાનો ઘટાડો થતાં 50,960 રૂપિયાના ભાવે રહ્યાં હતા.

    આ પણ વાંચોઃ-coronaના કારણે છે આર્થિત તંગી? ધનવૃદ્ધિ માટે માનો વડીલોની આ પાંચ સલાહ, થશે જોરદાર લાભ

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Delhi price in Ahmedabad)
    દિલ્હી સરાફા બજારમાં ચાંદીની નવી કિંમતો ગોલ્ડની ઉલટ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. બુધવારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 126 રૂપિયાનો નજીવો વધારો થતાં 63,427 રૂપિયા પ્રતિકિલોગ્રામ ઉપર પહોંચી હતી. એક દિવસ પહેલા મંગળવારે ચાંદી 63,301 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-corona સામે લડશે આયુર્વેદ: સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી અસરદાર જડીબુટ્ટી જે કોરોનાને ભગાડશે

    આ પણ વાંચોઃ-ગુજરાતનું 'હાથરસ' બનતું જામનગર! વધુ એક સગીરા પર દુષ્કર્મ, પીડિતાના પિતાએ આપઘાત કરતા થયો ખુલાસો

    નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાની કિંમતો પોતાના રેકોર્ડ સ્તરથી ઘટીને 50,000 રૂપિયાના સ્તર ઉપર આવી ગયું છે. આવનારા દિવસોમાં એક દાયરામાં રહી શકે છે. દિવાળી સુધી સોનાની કિંમતોમાં મોટી તેજી અથવા મોટા ઘટાડાના અણસાર નથી. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.


    દુનિયામાં સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે ગોલ્ડ ઇટીએફમાં એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ મંગળવારે 0.32 ટકા પડી 1,271,52 ટન રહી. જાણકારોને આશા છે કે અમેરિકી ડોલર અને જોખમ દ્રષ્ટિમાં વધારો થવાથી સેનામાં તેજી બની રહેશે. જાણકારોને આશા છે કે ભારતમાં સોનાની માંગ તહેવારોની સીઝનમાં વધવાની સંભાવના છે.
    Published by:ankit patel
    First published:

    Tags: અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन