અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસના સોના-ચાંદીના નવા ભાવ જાહેર, ફટાફટ જાણી લો

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસના સોના-ચાંદીના નવા ભાવ જાહેર, ફટાફટ જાણી લો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ બુલિયન માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5900 અને ચાંદીમાં રૂ.12,500નો કડાકો નોંધાયો હતો.

 • Share this:
  અમદાવાદઃ વૈશ્વિક બજારોની અનિશ્ચિતતાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી રહી છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં (Silver Price today) 700 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, સોનાના ભાવમાં (Gold Price today) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્થિર રહ્યું હતું. જ્યારે સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX Multi Commodity Exchange) પર સોનાનો વાયદો 0.9 ટકા ઘટીને રૂ 50,130 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.88 ટકા તૂટી રૂ .60,605 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. શુક્રવારે સોનાનો વેપાર 0.4 ટકા વધીને બંધ થયો હતો. આ દિવસે ચાંદીના ભાવમાં 1.6 ટકાનો વધારો થયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5900 અને ચાંદીમાં રૂ.12,500નો કડાકો નોંધાયો હતો.

  અમદાવાદમાં સોના-ચાંદીનો ભાવ (Gold Silver price in Ahmedabad)


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 5 october 2020) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો સુધારો નોંધાતા ચાંદી ચોરસાનો ભાવ 61,200 રૂપિયા અને ચાંદી રૂપુંનો ભાવ 61,000ની સપાટીએ બંધ રહ્યો હતો. ગત સપ્તાહના છેલ્લા દિવસે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસાનો ભાવ 60,500 રૂપિયા અને ચાંદી રૂપુનો ભાવ 60,300 રૂપિાયના ભાવે રહી હતી.

  આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price on 5 october 2020) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં પાછળા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,900 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. ગત શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,900 રૂપિયાના ભાવે રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-દમણ ફરવા જતા લોકો સાવધાન, દોળા દિવસે દેવકા બીચ ઉપર ચપ્પુની અણીએ પ્રવાસીને લૂંટી લેવાયો, જુઓ Video

  વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,900 પ્રતિ ઔઉસ સ્થિર રહ્યો
  વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહ્યા છે. સોમવારે, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,900 પ્રતિ ઔઉસ સ્થિર રહ્યો. ભૂતકાળમાં, સોનાના ભાવ પર ડૉલરની તીવ્ર અસર જોવા મળી હતી. જોકે, સોમવારે ડૉલર નબળો પડતા રોકાણકારોને સોનું ખરીદવામાં મદદ મળી છે.

  આ પણ વાંચોઃ-સપ્ટેમ્બરમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5,900 અને ચાંદીમાં રૂ.12,500નો તોતિંગ કડાકો, ઓક્ટોબરમાં સોનું ખરીદવું લાભદાયી!

  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના (CoronaVirsu) કારણે સમગ્ર વિશ્વના બજારોમાં મોટો કડાકો બોલ્યો છે. જોકે, હવે બજારોમાં સ્થિરતા જોવા મળી રહી છે. બજારોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થતા રિકવરી પણ જોવા મળી રહી છે. ચલણ અને કૉમોડિટી બજારમાં સારો વેપાર જોવા મળી રહ્યો છે. આજ કારણ છે કે ડૉમેસ્ટિક બજારમાં સોનાની કિંમતના ભાવ 30 સપ્ટેમ્બરની તૂલનાએ 5,684 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં આશરે 16,034 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી

  દિવાળી સુધીમાં શું થશે?
  નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ. 50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.

  નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનામાં ડૉલર સામે રૂપિયામાં થયેલ વધારો છે. હાલમાં રૂપિયો 73થી 74ની રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડૉલર રૂપિયા સામે પાછો મજબૂત થશે, તો લાંબા ગાળે, પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.
  Published by:ankit patel
  First published:October 05, 2020, 19:23 pm